________________
३९४
सूत्रार्थमुक्तावलिः તેના ફલાન્તર (બીજા ફળ) કહે છે.
સૂત્રાર્થ :- તે પાણી ભરનારી દાસીના જેવી સ્ત્રીથી પ્રેરણા કરાયા છતાં (ઠપકો અપાયા છતાં) પણ ગુસ્સે ન થાય.
ટીકાર્ય :- જે સાધુ ગુરૂકુળમાં રહેવાથી સ્થાન, સંથારો (શયન), આસન, સમિતિ, ગુપ્તિમાં પ્રાપ્ત કરેલ જ્ઞાનવાળો, સર્વ પ્રમાદોને છોડનારો, ગુરૂપદેશથી જ નીકળી ગઈ છે ચિત્તની અસ્થિરતા જેની તથા બીજાની પણ દૂર કરવા સમર્થ હોય તે ગુરૂની પાસે રહેતા ક્યારેક પ્રમાદના કારણે ભૂલ કરે ત્યારે પાણી ભરનારી દાસી વડે તુચ્છ ગૃહસ્થોને પણ કરવું યોગ્ય ન હોય, જે ન શોભે “તે તમે શરૂ કર્યું છે? એમ ઠપકો આપે તો આ મારા જ ભલા (કલ્યાણ) માટે છે. એમ માનતો ગુસ્સે ન થાય, પરંતુ પરતીર્થિક વચનથી કે વયથી નાના સાધુ વડે કે ઉંમરમાં મોટા સાધુ વડે અથવા જ્ઞાનમાં મોટા સાધુ વડે ઠપકો અપાય તો પણ ગુસ્સે ન થાય. જો આમ કહે કે તમારા જેવાએ આવા પ્રકારનું અસદ્ આચરણ કરવું જોઈએ નહીં પણ પૂર્વના ઋષિઓએ જે પ્રમાણે આચર્યું છે એ પ્રમાણે આચરવું જોઈએ. આ પ્રમાણે પ્રેરણા કરે ત્યારે હું તે પ્રમાણે કરીશ' એ પ્રમાણે મધ્યસ્થતાએ સ્વીકારે અને મિચ્છા મિ દુક્કડે આપી દોષથી નિવર્તે. આ પ્રેરણા મારા જ કલ્યાણ માટે છે. જેથી ભયના કારણે ક્યારેક ફરે, પ્રમાદ ન કરે. અથવા અસદાચરણ આચરીશ નહિ એ પ્રમાણે માને, પણ ગુસ્સે થાય નહીં, કોઈક દુર્વચન બોલે કહે તો ગુસ્સો ન કરે. પણ વિચારે કે “આક્રોશ આવ્યો હોય ત્યારે બુદ્ધિમાને તત્ત્વ વિચારણામાં બુદ્ધિ લગાવવી. જે વાત સાચી હોય તો ગુસ્સો શેનો કરવો, અને ખોટી હોય તો ગુસ્સો કરવાથી શું ?' આ પ્રમાણે પાણીવાળા વાદળોથી ઢંકાયેલ ઘણા અંધકારવાળી રાત્રીમાં નાયક એટલે રોજ લઈ જતા જંગલમાં પોતાનો પરિચિત પ્રદેશ હોવા છતાં પણ રસ્તો અંધકારથી ઘેરાયેલો-ઢંકાયેલો હોવાથી પોતાનો હાથ વગેરે પણ ન દેખાય તેથી સારી રીતે જાણી ન શકે. તે સૂર્ય ઉદય થવાથી અંધકાર દૂર થયે છતે દિશાચક્ર પ્રકાશિત થયે છતે પત્થર, ફાટ, નીચું, ઊંચું વગેરે ઈચ્છિત જગ્યાને પ્રાપ્ત કરાવનારો રસ્તો ખુલ્લો થવાથી આંખ વડે ગુણદોષની વિચારણા વડે સારી જાણી શકે છે તેવી જ રીતે નૂતન દીક્ષિત થયેલો પણ સમ્યગુ પ્રકારે શ્રુતચારિત્ર ધર્મવાળો સૂત્ર અર્થને નહીં જાણતો હોવાથી ધર્મને સારી રીતે જાણતો નથી. તે જ પછી ગુરૂકુલવાસથી સર્વજ્ઞોએ બતાવેલ આગમનિપુણ થવાપણાના કારણે અભ્યસ્ત જીવાદિ પદાર્થોને જુએ છે શિક્ષક ગુરૂકુલવાસ વડે જિનવચનનો જાણકાર થાય છે. તેથી વિધ્વાનું થયેલો મૂલ ઉત્તર ગુણોને જાણે છે. આથી દિશા-વિદિશામાં રહેલા ત્રણ સ્થાવર જીવોને વિષે સંપૂર્ણ યતના કરતા સંયમનું અનુષ્ઠાન કરનારો થાય, તે પ્રાણિઓ ઉપકારી હોય કે અપકારી હોય તો પણ એમના મનથી પણ દ્વેષભાવને પામે નહીં. અથવા અપકારી પ્રત્યે મનથી પણ અમંગલ વિચારે નહીં. મન-વચન-કાયારૂપ યોગત્રિક અને કરવું નહીં, કરાવવું નહીં અને અનુમોદવું નહીં રૂપ કરણત્રિક વડે, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવરૂપ પ્રાણાતિપાત વિરતિને રાગ-દ્વેષ વગર સમ્યમ્ પ્રકારે પાળે. એ પ્રમાણે બાકીના મહાવ્રતો અને ઉત્તર ગુણોને સારી રીતે પાળે. ૪૮.