SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ ३९२ सूत्रार्थमुक्तावलिः संस्तारकं तद्भुवं कायं चोदितकाले गुरुभिरनुज्ञातः स्वपेत् तत्रापि जाग्रदिव नात्यन्तम्, एवमासनादिष्वपि तिष्ठता पूर्ववत्सङ्कुचितगात्रेण स्वाध्यायध्यानपरायणेन सुसाधुना भवितव्यम् । तदेवमादिसुसाधुक्रियायुक्तो गुरुकुलनिवासी सुसाधुर्भवतीति ॥४७॥ હવે પૂર્વમાં કહેલ સમ્યચારિત્રના બાહ્ય અત્યંતર ગ્રંથના ત્યાગનો પ્રભાવ કહે છે. સૂત્રાર્થ :- સુસાધુ ગુરૂકુળમાં વસનારા અને સાધુક્રિયાવાળા હોય છે. ટીકાર્થ :- ધન, ધાન્ય, સુવર્ણ વગેરે ગ્રંથને છોડી દીક્ષિત થયેલ શિક્ષાને ગ્રહણ કરનારા ગ્રહણરૂપ અને આસેવનરૂપ શિક્ષાને આચાર્યની પાસે જાવજ્જીવ સુધી વસતા જ્યાં સુધી અભ્યુદ્યત વિહારને સ્વીકારે નહીં ત્યાં સુધી હંમેશાં આજ્ઞાને કરનારા ગ્રહણ આસેવના વડે, વિનયનું સમ્યક્ રીતે પાલન કરે, સંયમાનુષ્ઠાનમાં હંમેશાં આચાર્યના ઉપદેશના આજ્ઞાપાલનમાં પ્રમાદ ન કરવો, જેમ રોગી સારા વૈદ્યના ઉપદેશનું પાલન કરવાથી પ્રશંસા અને રોગની શાંતિ મેળવે છે. તેમ સાધુ પણ સાવઘગ્રંથના પરિહારી (ત્યાગી) પાપ કર્મની દવાના સ્થાનરૂપ બીજા આચાર્યોના વચનો કરવાથી બીજા સાધુઓને સારૂ કરવા સમસ્ત કર્મક્ષયને પામે છે. જેઓ આચાર્યના ઉપદેશ (આજ્ઞા) વગર સ્વચ્છંદપણે ગચ્છથી નીકળી એકલ વિહારીપણું સ્વીકારે છે. તે ઘણા દોષોનો ભાગી થાય છે. જેથી તે સૂત્ર અને અર્થથી તૈયાર થતો નથી. ગીતાર્થ બનતો નથી, ધર્મ પરમાર્થથી સારી રીતે પરિણત થતો નથી. તેવા પ્રકારના અનેક પાપસ્વભાવવાળા પાખંડીઓ બીજાને ઠગે છે. અને ગચ્છથી બહાર કરાવે છે, વિષયોથી ઉન્મુખતાને પામેલા, પરલોકનો ભય નીકળી ગયો છે. તેને નિસ્સાર માનતા કુતીર્થિકો રાજા વગેરે સ્વજનોને હરી જાય છે. ત્યાં પાખંડીઓ નથી તમારા દર્શનમાં અગ્નિ સળગાવવો, ઝેર દૂર કરવું, શિખાનો છેદ કરવો વિગેરે પ્રયત્નથી અણિમાદિ આઠ ગુણનું ઐશ્વર્ય છે, અથવા તમારા દર્શનમાં અનેક રાજાઓ રહેલા છે, અહિંસા પણ દુઃસાધ્ય છે, કેમકે સંપૂર્ણ લોકમાં જીવો ફેલાયેલા હોવાથી. સ્નાન વગેરે શોચ નથી એમ કહી લોકોને ઠગો છો. સ્વજનો એમ કહે છે કે ‘તમારા સિવાય અમારો કોઈ પોષનારો અથવા પોષવા યોગ્ય નથી, તું જ અમારૂં બધું છે. તારા વગર બધું સૂનું-સૂનું (શૂન્ય) લાગે છે. આ પ્રમાણે ધર્મથી પાછા ફરે છે. (પાડે છે.) એ પ્રમાણે રાજા વગેરે પણ, તેથી એકાકીપણે વિચરવામાં ઘણા દોષોનો સંભવ છે. માટે કરેલ પ્રતિજ્ઞાઓને નિભાવવા માટે ગુરૂની પાસે રહે. તેમની પાસે રહી ભગવાનની ક્રિયાઓને જ સારી ક્રિયાઓ વડે જાણે, તેમની પાસે રહી વિષયકષાય વડે આત્માને હરણ કરાતો જાણીને જલ્દીથી આચાર્યના ઉપદેશથી અથવા જાતે જ પાછો ફરે છે. સ્થાન-શયન-આસન-ગમન વગેરેમાં, તપશ્ચરણ વગેરેમાં સામાચારી હોય તેનાથી યુક્ત થાય, સુસાધુઓ જ્યાં આગળ કાયોત્સર્ગ વગેરે કરે ત્યાં સારી રીતે પડિલેહણ વગેરે ક્રિયા કરે. અને કાયોત્સર્ગ મેરૂની જેમ નિષ્પ્રકંપ થઈને શરીર પ્રત્યે નિઃસ્પૃહી બની કરે. (સૂતી) શયન કરતી વખતે સંથારાને ડિલેહી
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy