SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्रकृतांग ३८५ અનિરૂદ્ધ બુદ્ધિવાળાઓ યથાસ્થિત અર્થવેદિઓ થાય છે. ત્રણ લોકમાં રહેલા પદાર્થોને અવધિજ્ઞાન વગેરે વડે હાથની હથેળીમાં રહેલા આમળાની જેમ જોનારા થાય છે. શ્રુતજ્ઞાનીઓ પણ શ્રુતબળ વડે ભૂતકાળ અને ભવિષ્યકાળને જાણી શકે, અષ્ટાંગ નિમિત્તના પારંગતો નિમિત્ત વડે જાણે, આ પ્રમાણે હોય છતે તેમાં વ્યભિચારની આશંકા કરીને તેનું નિરાકરણ કરે છે. સૂત્રાર્થ :- શ્રુતપણ વ્યભિચારી છે. એ પ્રમાણે નથી. કારણ કે ક્ષયોપશમની વિકળતા હોવાથી. : ટીકાર્થ :- અપિ શબ્દ ભિન્નક્રમ અર્થમાં છે. શ્રુત વ્યભિચારી પણ હોઈ શકે. આગમમાં ચૌદપૂર્વીના જાણકારો પણ ષસ્થાનપતિત સંભળાય છે. જ્યારે ચૌદપૂર્વના જાણકારો ષસ્થાનપતિત હોય છે. ત્યારે અષ્ટાંગ નિમિત્તશાસ્ત્રના જાણકારોની શી વાત કરવી ? અહિંયા બૌદ્ધ (બોધ કરવા યોગ્ય) સંગ છોડીને નિમિત્ત શાસ્ત્રોના ૧૨૫૦ (સાડા બારસો) અનુષ્ટુપ્ છંદ એટલે ટીકા છે. અને તેટલા જ એટલે ૧૨,૫૦,૦૦૦ (સાડા બાર લાખ) શ્લોક પ્રમાણ પરિભાષા છે. અંગ ૧૨,૫૦૦ (સાડા બાર હજાર) શ્લોક પ્રમાણ સૂત્ર છે. એટલા જ લાખ એટલે ૧૨,૫૦,૦૦૦ (સાડા બાર લાખ) શ્લોક પ્રમાણ વૃત્તિ ટીકા છે. વાર્દિક અપરિમિત શ્લોક પ્રમાણ છે. આ જાણકારોને પણ ષસ્થાનપતિતપણા વડે વ્યભિચારીપણું આવે છે. તેમાં કોઈક નિમિત્તનું ઉત્થાન શુકન વગેરેનું જીવિત (જીવન) મરણ વગેરેનું ફળજનક કહે અને તે ન દેખાવાથી વ્યાભિચાર દોષ લાગે. આનો જવાબ આપે છે. કોઈક નિમિત્તનું અન્યથાપણું એટલે ખોટું પડવાથી તેને જુદું માની શ્રુતને વ્યભિચારની શંકાથી તેનો ત્યાગ કરવો તે ભ્રાંતિમૂલક છે. કોઈ નિમિત્તનું ફલમાં વ્યાભિચારીપણું દેખાય તે નિમિત્ત જાણનારના તેવા પ્રકારના ક્ષયોપશમનો અભાવ હોવાથી વિપરીત જ્ઞાનના કારણે થાય છે. અથવા તેવા પ્રકારની સામગ્રીનો અભાવ હોવાથી તથા અપૂર્ણતા હોવાના કારણે થાય છે. શ્રુત સારી રીતે ગ્રહણ કર્યું હોય પણ અર્થ અવિસંવાદીપણે ન હોય કેમકે ષસ્થાનપતિતપણું અને પુરૂષાશ્રિત ક્ષયોપશમની વિચિત્રતાના કારણે અન્યથાપણું થાય. પ્રમાણાત્મ વ્યભિચારમાં પ્રમાણના વ્યભિચારની શંકા યોગ્ય નથી. કેમકે (નહીં તો) ઝાંઝવાના જળનો નદીના પ્રત્યક્ષની જેમ વ્યભિચારીપણાથી સત્ય જલગ્રાહી પ્રત્યક્ષનું પણ વ્યભિચારીપણું થશે. તથા સુવિવેચિત કાર્યનું કારણ અવ્યભિચારીપણાથી પ્રમાતાની જેમ આ અપરાધ. પ્રમાણનો નથી. આથી નિમિત્ત શ્રુતપણ વ્યભિચારી નથી. કેટલીક વખત છીંક વગેરે થવા છતાં પણ કાર્યસિદ્ધિ થતી દેખાઈ છે. તેમાં વચ્ચે બીજા શુભ નિમિત્તોનું બળ જાણવાથી કાર્ય થાય છે. શુભનિમિત્તના દર્શન પછી પણ ક્યારેક કામ નથી થતું. ત્યાં આગળ વચ્ચે અશુભ નિમિત્તો જ આવવાથી કામ થતું નથી. ।।૪૪॥ अथ क्रियात एव मोक्ष इति मतनिरासायाह— ज्ञानक्रियाभ्यां मोक्ष इति सर्वज्ञोपदेश: ॥ ४५ ॥
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy