SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ ३५६ सूत्रार्थमुक् વિવિધ પ્રકારની વેદનાઓ ભોગવે છે. ત્યાં તિર્યંચ મનુષ્યભવવાળા અંતર્મુહૂર્વકાળમાં ખેંચાઈ ગયેલી પાંખોવાળી (પીંછાવાળા) પક્ષીના જેવા શરીરવાળા ઉત્પન્ન થાય છે. પર્યાપ્તિભાવને પામેલા નારકો પરમાધાર્મિકો વડે કરેલા અતિભયાનક શબ્દોને સાંભળે છે. જેવા કે મુદ્દગર વડે હણો, તલવાર વડે કાપો, શૂલ વડે ભેદો, મુર્મુર વડે એટલે અગ્નિના કણિયા વડે આવા શબ્દો સાંભળે છે, સાંભળીને તે એ ભયભ્રાંત આંખોવાળા, ડરીને (બીને) મરેલ જેવા થયેલા વિચારે છે કે ક્યાં જવાથી અપાર આવા પ્રકારના મહાઘોર ભયંકર અવાજવાળા દારૂણ દુઃખથી રક્ષણ થાય. એમ શંકા કરતા આમ તેમ ભાગે છે. દોડે છે. જ્વાલાવાલી ભૂમિને ઓળંગતા દાઝવાથી રડે છે. આ પ્રમાણે તેમની ત્યાં ઉત્કૃષ્ટથી તેત્રીસ સાગરોપમનું આયુષ્ય છે. અને જઘન્ય દશ હજાર વર્ષનું આયુષ્ય છે. આ પ્રમાણે તપેલા તે નારકો તાપને દૂર કરવા માટે પાણીની તરસ લાગવાથી પાણી પીવાની ઈચ્છાથી અથવા તે ભૂમિને વિલાય ખારૂ ગરમ લોહી આકારનું (જેવું) પાણીને વહનારી નદી, શરીરના અવયવોને કાપનારી તીક્ષ્ણ પ્રવાહવાળી દુઃખદાયક વૈતરણી નદીને પામ્યા તેમાં પણ બાણ વડે પ્રેરાયેલો હોય તેમ પ્રેરિત થયેલો, શક્તિ વડે હણાયેલો વૈતરણી નદી તરે છે. દુર્ગંધી અતિખારા ગરમ પાણીવાળી વૈતરણી નદીના પાણી વડે તપેલા લોખંડની ખીલાવાળી ઘેરાયેલી નાવમાં (હોડી)માં ચઢવા માટે પાસે આવે છે. ત્યારે પહેલા ચઢેલા પરમાધાર્મિકો કંઠમાં વીંધે છે. ત્યારબાદ વૈતરણીના પાણી વડે નષ્ટસંજ્ઞા એટલે ભાન વગરના થયેલા કર્તવ્ય વિવેક વગરના થાય છે. બીજા પરમધાર્મિકો નારકોની સાથે રમતા ફૂલો વડે વીંધીને નષ્ટ સંજ્ઞા ભાન વગરના થયેલા તેઓને જમીન પર ઉંધા કરી દે છે. કોઈક નારકોને ગળામાં મોટી શિલા બાંધી તેઓને મોટા પાણીમાં ડૂબાડે છે. અને પછી તેમને ખેંચી કાઢી તેઓને કલમ્બુક રેતી ઉપર અને તણખા જેવી અગ્નિમાં ચારે બાજુથી વલોવે છે. ત્યાં બીજા પોતાના કર્મરૂપ પાશ વડે બંધાયેલા તે નારકોને ફૂલોમાં માંસની પેશીઓની જેમ પરોવી ભુંજે છે. કેટલાક મહાપાપોદયવાળા નારકોને ચારે બાજુથી અગ્નિની જ્વાળાની જેમ સળગાવી ઉષ્ટ્રિકાકૃતૌ નરકમાં પ્રવેશ કરેલા, સંતાપવાળા, પોતાના કરેલા દુઃચરિત્રને નહીં જાણતા વિવેકની મર્યાદા વગરના તેઓ હંમેશાં બળતા હોય છે. આંખના પલકારા જેટલો સમય પણ ત્યાં દુઃખનો અટકાવ (રોકાણ) નથી. કેટલાક નિર્દય પરમાધાર્મિકો હાથમાં પરશુ એટલે કૂહાડો લઈ નારકોના હાથ-પગ બાંધી લઈ લાકડાના ટૂકડાની જેમ છોલે છે. તેમના શરીરના અવયવોને જુદા જુદા કરી નાખે છે. પરમાધાર્મિકો રડતા તેમને પૂર્વભવમાં કરેલા પાપો યાદ કરાવે છે કે પૂર્વભવોમાં આનંદથી પ્રાણિઓના માંસને ઉકેરી ઉકેરી (કાપી-કાપી) ખાધું, લોહી અને દારૂ પીધા, પરસ્ત્રીઓને સેવી, હવે તેના ફળ આપનારા કર્મો વડે ચારે તરફથી તપતા આમ કેમ રાડો પાડે છે ? આવી રીતે યાદ કરાવતા વારંવાર દુઃખોને ઉત્પન્ન કરતા પીડે છે. તેથી આ પ્રમાણે પૂર્વજન્મા જઘન્ય-ઉત્કૃષ્ટ વગેરે અધ્યવસાયો વડે કર્મો કરેલા છે. એ પ્રમાણે નરકમાં જેની વેદના પોતાના તરફી કે બીજા તરફી
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy