________________
सूत्रकृतांग
३५५ उष्ट्रिकाकृतौ नरके प्रवेशिनाः सन्तप्ताः स्वकृतं दुश्चरितमजानन्तोऽपगतावधिविवेकाः सदा दन्दह्यन्ते, न ह्यतिनिमेषमात्रमपि कालं तत्र दुःखस्य विरामः, केचिच्च नरकपालैः निरनुकम्पैः परशुपाणिभिर्नारका हस्तैः पादैश्च बद्धाः काष्ठशकलमिव तक्ष्यन्ते तेषाञ्च शरीरावयवा विश्लेष्यन्ते, नरकपालाः स्मारयन्ति चाक्रन्दमानान् पूर्वकृतानि, त्वया तदा हृष्टेन प्राणिनां मांसः समुत्कृत्योत्कृत्य भक्षितः, तद्रुधिरं मद्यञ्च पीतं परदारा भुक्ताः, साम्प्रतं तद्विपाकापादितेन कर्मणाऽभितप्यमानः किमेवं रारटीषीत्येवं स्मारयन्तः पुनः पुनर्दुःखमुत्पादयन्तः पीडयन्ति, तदेवं पूर्वजन्मसु जघन्येतरादिना याद्दग्भूताध्यवसायेन कर्माण्याचरितानि तथैव नरके तस्य वेदनाः स्वतः परत उभयतो वा भवन्ति, अनृतभाषिणाञ्च तत्स्मारयित्वा जिह्वाश्चेच्छिद्यन्ते परद्रव्यापहारिणामङ्गोपाङ्गान्यपह्रियन्ते. पारदारिकाणां वृषणच्छेदः शाल्मल्युपगृहनादि कार्यते, महापरिग्रहारम्भवतां क्रोधमानमायालोभिनाञ्च जन्मान्तरस्वकृतक्रोधादिदुष्कृतस्मारणेन तादृग्विधमेव दुःखमुत्पाद्यते, इत्थं नरकदुःसवविशेषान् भगवदागमेन विदित्वा धीरस्सर्वस्मिन् प्राणिगणे कमपि न हिंस्यात्, जीवादितत्त्वेषु च निश्चलदृष्टिनिष्परिग्रहमृषावादादिर्न लोकवशगो भवेत्, ध्रुवं संयमं विदित्वा तदनुष्ठानरतो यावज्जीवं मृत्युकालं प्रतीक्षेत ॥३१।।
હવે સ્ત્રીને આધિન થયેલો અવશ્ય નરકમાં જાય છે. આથી નરકની વેદનાઓ કહે છે. સૂત્રાર્થ :- નરકોમાં ભયંકર રૌદ્ર તીવ્રતર દુઃખોને ભોગવનારા થાય છે.
ટીકાર્ય - નારકીના જીવો દેવ વગેરેથી પણ ઉપશમાવવા માટે અશક્ય એવી ઠંડી, ગરમીરૂપ પૃથ્વીઓની તીવ્ર વેદના ઉત્પન્ન કરનાર સ્પર્શને અનુભવે છે તથા એકાંતે અશુભ રૂપ, રસ, ગંધ, શબ્દોને પણ ભોગવે છે. પહેલી રત્નપ્રભા, શર્કરા પ્રભા, વાલુકાપ્રભા એ ત્રણ નરક-પૃથ્વીઓમાં પંદર પ્રકારના પરમાધાર્મિકો (પરમાધામી) વડે મુદ્દગર, તલવાર, ભાલો, કાતર, કુંભીપાક વગેરેની વેદના ઘણા વખત સુધી અશરણરૂપે નારકો વધને અનુભવે છે. પંકપ્રભા, ધૂમપ્રભા, તમ:પ્રભા, મહાતમપ્રભા નામની ચાર પૃથ્વીઓમાં પરમાધાર્મિકોનો અભાવ હોવા છતાં પણ જાતે જ તે ક્ષેત્રની વેદનાથી તીવ્રતર વેદના સમુદ્ધાતને અનુભવે છે. અને પરસ્પર એકબીજાએ (ને) કરેલ દુઃખો થાય છે. તેમાં જેઓ મહારંભ, મહાપરિગ્રહ, પંચેન્દ્રિયવધ, માંસભક્ષણ વગેરે પાપકારી ક્રિયાઓમાં પ્રવૃત્ત થયેલા અસંયમ જીવનને જીવનારા, પ્રાણિઓના અસત્ અનુષ્ઠાનો વડે ભય ઉત્પન્ન કરનારા રૌદ્રભયાનક તેઓ તીવ્ર પાપોદયવાળા અત્યંત ભયાનક બહુલતાએ અંધકારમયમાં જયાં પોતાને આંખ વડે પણ જોઈ ન શકે.
ફક્ત મંદમંદ અવધિજ્ઞાન વડે પણ ઘુવડની જેમ દિવસે દેખાય તેવા પ્રકારના દુઃસહ ખેરના અંગારાના ઢગલાથી અનંતગુણા તાપની પરંપરાથી તપેલા બહુવેદનાવાળા નરકમાં પડે છે. અને