SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्रार्थमुक्तावलिः पूर्वमात्मप्रेष्यप्रेष्यमपि वन्दमानेन लज्जा न विधेया, इतरेण चोत्कर्ष इत्यलज्जमान उत्कर्षमकुर्वन् परस्परतो वन्दनप्रतिवन्दनादिकाः क्रियाः कुर्यात्, किमालम्ब्य तत्कार्यमित्यत्राह विदितस्वभाव इति, जीवानामुच्चावचस्थानगतिलक्षणमतीतमनागतं च स्वभावं सुष्ठु विदित्वा परिहृतलज्जामदो बहुप्रज्ञोऽपि सदा कषायजयकृतप्रयत्नः कीदृशः क्व व्यवस्थितो लज्जामदौ न कुर्यादित्यत्राह सम इति, सामायिकादौ संयमे संयमस्थाने वा षट्स्थानपतितत्वात् संयमस्थानानामन्यतरस्मिन् संयमस्थाने छेदोपस्थापनीयादौ वर्त्तमानः समभावेन यावन्मृत्युकालं तावल्लजामदपरित्यागोपेतः संयमं चरेत्, संयमानुष्ठाने प्रवर्त्तेत, हन्यमानो वा पूज्यमानो वा कोधं मानञ्च परिहरन् संयमस्याविराधको भवेदिति भावः ||१९|| બાહ્ય દ્રવ્ય સ્વજન આરંભનો પરિત્યાગ કહીને હવે આંતરમાનના ત્યાગને કહે છે. સૂત્રાર્થ :- અભિમાન વગેરેનો ત્યાગ કરી, સ્વભાવને જાણી સમતાવાળો સંયમમાં વિહરે. ટીકાર્થ :- કર્માભાવનું કારણ કષાય અભાવ છે. એ પ્રમાણે જાણીને મુનિગોત્ર વગેરેના મદને કરે નહિ. તથા બીજાની નિંદાને પણ કરે નહિ. તથા તપ, સંયમ, જ્ઞાન વગેરેમાં પણ જેમણે અભિમાનને છોડી દીધું છે. તેઓ શી રીતે પારકી નિંદાને કરે. છતાં પણ જે કોઈ અવિવેકી બીજા નિંદાને કરે છે તે નિંદાના પાપ (કર્મ)થી સંસારમાં રેંટની (રહેટ)ની ઘડીઓના ન્યાયે ભમે છે. તેથી નિંદાને દોષવતી જાણી વિશિષ્ટ કુલમાં ઉત્પન્ન થયેલો હું શ્રુતવંત, તપસ્વી છું જ્યારે તમે મારાથી હીન છો. એવો પ્રમાદ (અભિમાન) ન કરવો. પરંતુ ચક્રવર્તી વડે પણ સંયમપદમાં રહેલા, પહેલા આત્મનિરીક્ષક કરવા છતાં પણ વંદન કરવા વડે લજ્જા ન કરવીપામવી અને બીજા વડે ઉત્કર્ષપણું કરતા શરમ પામતા પરસ્પર વંદન-પ્રતિવંદન વગેરે ક્રિયાઓ કરવી જોઈએ. ३३६ શેનું આલંબન લઈને તે કાર્ય કરવું જોઈએ તે કહે છે. વિવિતસ્વભાવ :- સ્વભાવ જાણી તે આ પ્રમાણે... જીવોના ઉંચ-નીચ સ્થાનો ગતિલક્ષણ, ભૂતકાળ, ભવિષ્યકાળનો સ્વભાવ સારી રીતે જાણી, લજ્જા અને મદને છોડી દીધા છે જેણે એવો બહુજ્ઞાની હોવા છતાં પણ હંમેશાં કષાયો જય કરવાનો પ્રયત્ન કરનારો, કેવા પ્રકારનો ક્યાં રહેલો લજ્જામદ કરે નહીં. સમ તિ સામાયિક વગેરેમાં સંયમમાં સંયમસ્થાનમાં અથવા ષડ્ સ્થાન પતિત હોવાથી સંયમ સ્થાનોના અને બીજા છેદોપસ્થાપનીય વગેરે કોઈપણ સંયમ સ્થાનમાં રહેલો સમભાવપૂર્વક મૃત્યુકાળ સુધી લજ્જામદના ત્યાગપૂર્વક સંયમભાવમાં વિચરે, સંયમ અનુષ્ઠાનોમાં પ્રવર્તે. કોઈ હણે કે કોઈ પૂજા કરે તો પણ ક્રોધ અને માનને છોડતો સંયમનો અવિરાધક થાય, એ ભાવ છે. ૧૯લા परीषहोपसर्गादीनां सम्यगधिसहनं कार्यमित्याह सहनोऽस्मृतशब्दादिर्निर्ममो विहरेत् ॥२०॥
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy