SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्रकृतांग ३३५ સદ્વિવેક વગરના સ્વજન વગેરેના પાલન માટે થોડું ઘણું કરનારાઓ પોતાના કરેલા કર્મના બળથી નરક વગેરે જે કંઈ પીડા સ્થાનોમાં પરિભ્રમણ કરતા દુર્નિવારણીય હોવાથી જન્માંતરોમાં પણ તેમની સુગતિ સુલભ નથી. કર્મના ઉદયને અનુભવી તપોવિશેષ કર્યા વગર સદા તેનો નાશ અસંભવ હોય છે. ભોગની ઈચ્છાવાળાઓ વિષય સેવન કરવા વડે તે દુઃખની શાંતિની અપેક્ષા રાખે છે. તેનાથી ઈહલોક તથા પરલોકમાં ફક્ત દુ:ખ જ થાય છે. પણ ઉપશમની પ્રાપ્તિ થતી નથી. પ્રાપ્ત થયેલ સૌધર્મ વગેરેના સ્થાનો આયુષ્ય ક્ષય થઈ જાય ત્યારે રક્ષણ માટે સમર્થ થતા નથી. આથી તે સ્થાનોમાંથી જીવોને અવશ્ય આવવું પડે છે. જે પણ અન્ય મતાવલંબીઓ, શાસ્ત્રાર્થ પારંગતો, ધર્માચરણશીલો, બ્રાહ્મણો, ભિક્ષુકો, માયા કરનારાઓ, અસત્ અનુષ્ઠાનોમાં મૂચ્છિત થયેલા અથવા તેઓ પણ અત્યંત અશાતા વેદનીય વડે પીડાય જ છે. તીર્થાંતરીઓ વડે ઉપદેશાએલા તપ વગેરે વડે પણ દુર્ગતિના માર્ગનો નિરોધ થતો નથી કેમકે જ્યાં સુધી આંતરકષાયનો ત્યાગ નહીં હોવાથી તે કારણથી મુનિઓ હિતાહિતની પ્રાપ્તિ અને ત્યાગમાં ભોગાસક્ત થઈ મોહમાં મૂંઝાતા નથી. પરંતુ મનુષ્યોની થોડી જિંદગી જાણી જ્યાં સુધી પૂરી ન થાય ત્યાં સુધી જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ ધર્માનુષ્ઠાન વડે આયુષ્ય સફળ કરવું જોઈએ. ક્લેશ બહુલ વિષયોને જાણી ગૃહપાશ બંધનોને છેદી નાખે, સંયમમાં પ્રયત્નશીલ થઈ જીવોની અપેક્ષા વગર ઉઘત વિહારી થાય. તે આ પ્રમાણે હિંસા, જૂઠ વગેરે પાપોથી સર્વથા વિરત થયેલો તેજ સમ્યગ્ ઉઠેલો પ્રયત્નવાન થયેલ ક્રોધ વગેરે કષાયોને દૂર કરનારો, મન, વચન, કાયાની ક્રિયા વડે સર્વથા સાવઘ પાપક્રિયાઓથી વિરમે છે. તે અનુકૂલ પ્રતિકૂલ પરિષહો વડે સ્પર્શાયેલો-ઘેરાયેલો હોવા છતાં પણ મનમાં પીડા પામતો નથી. છુપાવ્યા વગર બળ વીર્યવાળાને સારી રીતે સહન કરે, તથા માતા વગેરે સ્વજનો વડે કરેલ વિવિધ સંસા૨માં લઈ જવામાં કારણરૂપ આલાપો-વાણી વડે કાતર (ડરપોક) ન થાય. આ પ્રમાણે કર્મનાશના માર્ગમાં આવેલો મન, વચન, કાયા વડે સંવૃત થયેલો, પાપકારી આરંભ સમારંભ છોડી પાંચ ઈન્દ્રિયો વડે સારી રીતે સંવૃત થઈ સંયમના અનુષ્ઠાનોને ક્રિયાઓને ન કરે, આદરે. 119211 बाह्यद्रव्यस्वजनारम्भपरित्यागमुक्त्वाऽथान्तरमानपरित्यागमाह परिहृतमदो विदितस्वभावस्समः संयमं चरेत् ॥१९॥ परिहृतेति, कर्माभावस्य कषायाभावः कारणमिति विदित्वा मुनिर्गोत्रादिमदं न यायात्, तथान्येषां निन्दामपि न कुर्यात्, तपः संयमज्ञानेष्वपि यैर्मानो मुनिभिस्त्यक्तः ते कथं परनिन्दां कुर्युः तथापि यः कश्चिदविवेकी परं निन्दति स तत्कृतेन कर्मणा संसारेऽरघट्टघटीन्यायेन परिवर्त्तत एव, तस्मात् परनिन्दां दोषवतीं विज्ञाय विशिष्टकुलोद्भवोऽहं श्रुतवान् तपस्वी भवाँस्तु मत्तो हीन इति न प्रमादं कुर्यात्, किन्तु चक्रवर्त्तिनाऽपि संयमपदमुपस्थितेन
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy