________________
सूत्रकृतांग
३०७
અશાતા ઉદય વિગેરે રૂપ ફળોથી મૂકાતો નથી. નહીં પ્રાપ્ત થયેલ અને નાશ પામેલ પરિગ્રહને વિષે ઇચ્છા અને શોક કરવો, પ્રાપ્ત થયેલ માટે રક્ષણની વિચારણા, મળેલ પરિગ્રહ ભોગવવાથી અતૃપ્તિ થાય છે. એ પ્રમાણે અસંતુષ્ટ પરિગ્રહવાળો, તેને પ્રાપ્ત કરવા તૈયાર થયેલો, પ્રાપ્ત કરવામાં તેમાં વિઘ્ન કરનાર પર દ્વેષ કરતો મન, વચન, કાયા વડે જીવોનો નાશ કરે છે. બીજા પાસે મરાવે છે અને મરનારની અનુમોદના કરે છે. એ પ્રમાણે મૃષાવાદ વગેરે પણ કરે છે. માટે સ્વજન વગેરે અને પૈસા વગેરે સર્વ સંસારમાં રહેલ જે કંઇપણ શરીર સંબંધી કે મનસંબંધી વેદનાથી ઘેરાયેલો જીવની બધી રીતે રક્ષણ કરવા માટે સમર્થપણું જ્ઞ પરિજ્ઞાવડે જાણી અને પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે પચ્ચક્ખાણ કરી સંયમાનુષ્ઠાન રૂપ ક્રિયા વડે તે બંધનને દૂર કરે.
“વિજ્ઞાય સંયમેન અપનયેત્” એ પ્રમાણે કહેવા વડે જ્ઞાન અને ક્રિયા વડે નિઃશ્રેયસાધિગમો મોક્ષ પ્રાપ્તિ છે. પરંતુ ફક્ત જ્ઞાનમાત્રથી કે ક્રિયામાત્રથી નથી એટલે એમ સૂચન કર્યું છે. પોતાની કે પરની જાણકારી રૂપ જ્ઞાન છે અને સ્વરૂપ રમણતા રૂપ ક્રિયા છે. તેમાં ચારિત્ર વીર્યગુણની એકત્વે પરિણતિરૂપ ક્રિયા તે કાર્યસાધક છે.
તેમાંથી જીવ અનાદિ સંસારમાં અશુદ્ધ કાયિકી વગેરે ક્રિયાના વ્યાપારમાં એકરૂપ થઇને ભમે છે. તે જ વિશુદ્ધ સમિતિ ગુપ્તિ વગેરે વિનય વૈયાવચ્ચાદિ ક્રિયા કરવા વડે નિવર્તે છે. આ સંસારના નાશ માટે સંવર નિર્જરારૂપ ક્રિયા કરવી જોઇએ. તથા દ્રવ્ય ભાવ ભેદ જ્ઞાન પણ બે પ્રકારે છે. એમ ક્રિયા પણ બે પ્રકારે છે. ભાવના રહિત વચન વ્યાપાર મનોવિકલ્પરૂપ સંવેદના જ્ઞાન તે દ્રવ્યજ્ઞાન. ભાવજ્ઞાનતત્ત્વાનુભવરૂપ ઉપયોગના કારણરૂપ છે. યોગ વ્યાપારાત્મક છે તે પણ દ્રવ્યક્રિયા સ્વગુણાનુસારે પોતાના ગુણની પ્રવૃત્તિરૂપ ભાવક્રિયાના કારણરૂપ છે.
પોતાના ગુણો ‘જ્ઞાનસ્ય ફલં વિરતિઃ' એના વડે જ્ઞાન વિરતિનું કારણ છે. જ્ઞાનપૂર્વકની ક્રિયા જ ફળવતી છે. એ બતાવવા માટે ‘વિજ્ઞાયસંયમેન' પદ વડે આગળ પાછળના કાર્યકારણ રૂપ સંબંધ બતાવ્યો છે. સાધન રૂપ ક્રિયા વગરનું જ્ઞાન મોક્ષ રૂપ કાર્ય સાધી શકતું નથી. ગતિ વગર માર્ગ ને જાણનાર મુસાફરની જેમ. તત્ત્વજ્ઞાની પહેલા સંવર કાર્યની રૂચિવાળો દેશસંવર વિરમણ અને સર્વ સંવ૨રૂપ વિરમણ ક્રિયાનો જ આશ્રય કરે છે. ચારિત્ર યુક્ત તત્ત્વજ્ઞાની જ્ઞાનરૂપ કાર્યની રૂચિવાળો પણ શુક્લધ્યાનારોહણ રૂપક્રિયાને સ્વીકારે છે. કેવલજ્ઞાની પણ સર્વસંવ૨ પૂર્ણાનંદ કાર્ય વખતે યોગ નિરોધ રૂપ ક્રિયા કરે.... ‘બન્ધનમપનયે' આ પદ વડે દુઃખનું સાધન કર્મ તેઓના નાશનો પુરુષાર્થ કરવાથી મોક્ષ થાય છે. એમ સૂચવ્યું છે. નહીં કે દુઃખÜસ. ઉત્પન્ન થયેલ દુઃખ ક્ષણિક હોવાથી જાતે જ નાશ પામવાના કારણે ઉત્પન્ન થયેલમાંથી ન ઉત્પન્ન થયેલ હોવાથી તે ધ્વંસ અસાધ્ય હોવાથી સંતાનનો ઉચ્છેદ થવાથી મોક્ષ એ પણ દૂર થાય છે. કારણ વગર તે બધાનો વિનાશ થતો હોવાથી તે મોક્ષ પ્રાપ્તિનો ઉપદેશ વ્યર્થ થાય છે. ચૈતન્ય માત્ર અવસ્થા એજ મુક્તિ એ પણ યોગ્ય નથી. કારણકે પ્રકૃતિ આદિની અસિદ્ધિ થતી હોવાથી મોક્ષના સાધનરૂપે ઇચ્છિત પ્રકૃતિ પુરુષનો વિવેક અસંભવ છે. આત્માના વિશેષ ગુણોનો અત્યંત ઉચ્છેદ એ મુક્તિ એ પણ