SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ आचारांगसूत्र २९३ હવે અનિત્યત્વ ભાવનાને આશ્રયીને કહે છે. સૂત્રાર્થ - આગમથી અનિત્યત્વને જાણનારો છે. તેથી જ આરંભનો ત્યાગી અને (પરિષહાદિથી) અકંપિત સાધુ હોવો જોઈએ. ભાવાર્થ :- ચારેય ગતિમાં જીવો જે જે ગતિમાં ઉત્પન્ન થાય છે. તે તે ગતિમાં અનિત્યત્વ ભાવને પામે છે. ઈત્યાદિ પરમાત્માના આગમને સાંભળીને જેમ આગમમાં અનિત્યતા જણાવી છે. તેવી જ રીતે આ જગતમાં અનિત્યતા દેખાય છે. આવું વિચારીને ઘર સંબંધી મમત્વ તેમજ આરંભયુક્ત સાવધ પ્રવૃત્તિ, બાહ્ય અત્યંતર પરિગ્રહ આદિ છોડીને સારી રીતે જયણાપૂર્વક આગમમાં જણાવ્યા મુજબ શુદ્ધ આહારાદિથી જીવનચર્યા ચલાવતા મુનિને મિથ્યાદૃષ્ટિ જીવો જેમ તેમ બોલવું કે ઢેફા વિગેરેથી મારવું ઈત્યાદિપૂર્વક પીડા કરતા નથી. અથવા તો કદાચ તે અજ્ઞાની જીવો ગુસ્સાપૂર્વક શીત-ઉષ્ણાદિ સ્પર્શ વડે પીડા ઉપજાવે છતાં પણ પોતે જ્ઞાની હોવાથી પૂર્વકર્મના ફલથી આ દુઃખ આવ્યું છે તેવું માનતો મુનિ કલંક રહિત મનયુક્ત થઈ ગ્લાનિ ન પામે. l૮ણા, मूलोत्तरगुणाश्रयेणाहगीतार्थसहवासी ध्याता महाव्रती सितकामगुणास्पृष्टो निर्मलो भवतीति ॥ ८८ ॥ गीतार्थेति, परीषहोपसर्गसह इष्टानिष्टविषयेषु माध्यस्थ्यमवलम्बमानो गीताथै सह वास्तव्यः पिहिताश्रवद्वारो विगततृष्णः क्षान्त्यादिप्रधानो धर्मध्यानव्यवस्थितः प्रवृद्धतपःप्रज्ञायशाः कर्मान्धकारापनयनदक्षजगत्त्रयप्रकाशिमहाव्रतनित्यसम्बद्धः सितैर्गृहस्थैस्तीर्थान्तरीयैर्वा कामगुणैर्मनोज्ञशब्दादिभिश्चास्पृष्टः सत्कारानभिलाषी ज्ञानक्रियासमलङ्कृतो भिक्षुर्यथा सर्पः कञ्चुकं मुक्त्वा निर्मलीभवति तथाऽयमपि नरकादिभवाद्विमुच्यते । इतिशब्द आचाराङ्गसमाप्तिद्योतकः ॥ ८८ ॥ મૂલ તેમજ ઉત્તરગુણને આશ્રયીને કહે છે. સૂત્રાર્થ :- ગીતાર્થ સાથે રહેનાર, ધ્યાનમાં રહેલો, મહાવ્રતથી યુક્ત, ગૃહો કે અન્યતીર્થીઓના મનોજ્ઞ શબ્દાદિ કામગુણો વડે નહીં સ્પર્ધાયેલો નિર્મલ થાય છે એ પ્રમાણે. ભાવાર્થ - પરિષહ ઉપસર્ગને સહન કરતા, ઈષ્ટ કે અનિષ્ટ વિષયમાં મધ્યસ્થભાવને સ્વીકારતો - ગીતાર્થની સાથે રહેવું જોઈએ. જેણે આશ્રવના દ્વાર બંધ કર્યા છે. તૃષ્ણા રહિત, ક્ષમાદિ ધર્મથી યુક્ત, ધર્મધ્યાનમાં રહેલો, અત્યંત (ઉગ્ર) તપસ્વી, બુદ્ધિશાળી, યશસ્વી, કર્મઅંધકારને દૂર કરવામાં નિપુણ, ત્રણેય જગતને પ્રકાશિત કરનાર મહાવ્રતોની સાથે હંમેશાં જોડાયેલો, ગૃહસ્થ અથવા અન્યતીર્થિકો વડે કામગુણો-મનોજ્ઞ શબ્દ આદિ વડે પણ નહીં સ્પર્શેલો (નહીં ખેંચાયેલો) સત્કારને નહીં ઈચ્છતો, જ્ઞાન-ક્રિયાથી વિભૂષિત, એવો મુનિ જેમ સર્પ કાંચળી છોડીને નિર્મળ થાય છે તેમ આ (મુનિ) પણ નરકાદિ ભવમાંથી વિમુક્ત થાય છે.
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy