________________
२९४
सूत्रार्थमुक्तावलिः આ સૂત્રમાં જે “તિ' શબ્દ છેલ્લે છે તે આચારાંગ સૂત્રની વિવેચનાની સમાપ્તિનો સૂચક છે.
॥८८॥
सरिकैषा साधूनामाचाराङ्गाब्धिमन्थनोद्भूता ।
पीयूषनिभा भूयात् विधृता मृतिशून्यताजननी ॥ આચારાંગરૂપી સમુદ્રને વલોવવાથી ઉત્પન્ન થયેલી, અમૃત સમાન આ (મોતીની) સેર જેમણે ધારણ કરી છે તે (મુનિઓને માટે) મરણનો અભાવ કરનારી થાઓ. (અક્ષયપદ-મોક્ષ આપનારી થાઓ.) इति श्रीतपोगच्छनभोमणिश्रीमद्विजयानन्दसूरीश्वरपट्टालङ्कारश्रीमद्विजयकमलसूरीश्वर
चरणनलिनविन्यस्तभक्तिभरेण तत्पधरेण विजयलब्धिसूरिणा सङ्कलितायां सूत्रार्थमुक्तावल्यामाचार
लक्षणा द्वितीया मुक्तासरिका वृत्ता।। એ પ્રમાણે શ્રી તપગચ્છરૂપી આકાશમાં સૂર્યસમાન વિજયાનંદસૂ.મ.ના પટ્ટાલંકાર શ્રી કમલસૂ.મ.ના ચરણકમલમાં ભક્તિપૂર્વક રહેલા, તેમના પટ્ટધર શ્રી લબ્ધિસૂરિ વડે સંકલિત કરાયેલી - સૂત્રાર્થ મુક્તાવલીમાં આચાર સ્વરૂપ બીજી મોતીની સેર ગુંથાઈ. (રચાઈ)
પરમપૂજય જૈનરત્ન વ્યાખયાનવાચસ્પતિ, સૂરિસાર્વભૌમ, કવિકુલકીરિટ સૂત્રાર્થમુક્તાવલી ગ્રંથના રચયિતા આચાર્ય શ્રીમદૂવિજયલબ્ધિસૂરિશ્વરજી મ.સા.ના પટ્ટધર ભુવનતિલક-ભટૂંકરસૂરિ શિષ્ય આચાર્ય શ્રીમવિજય પુણ્યાનંદસૂરીશ્વરજી મ.સા.ના આજ્ઞાવર્તિની પૂ.જ્ઞાની સાથ્વીવર્યા હંસાશ્રીજી મ.ના શિષ્યા પૂ.સાધ્વી પદ્મલતાશ્રીના શિષ્યા પૂ.સાધ્વી સુવર્ણપદ્માશ્રીજી મ.સા. પૂ.દાદાગુરુદેવશ્રીના સ્વર્ગારોહણ અર્ધશતાબ્દીની પાવન સ્મૃતિમાં આચારાંગસૂત્રની બીજી મુક્તાસરિકાનો ગુજરાતી અનુવાદ જ્ઞાનભક્તિથી, ગુરુદેવની કૃપાથી સંપન્ન કર્યો.