SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ २९२ सूत्रार्थमुक्तावलिः અનિત્યત્વ વિગેરે બાર પ્રકારની ભાવના તે વૈરાગ્યભાવના છે. અહીં મૂલ સૂત્રમાં જે ચારિત્રભાવના જણાવી છે (પાંચ મહાવ્રત સંબંધી) તેમાં પ્રથમ વ્રતમાં (૧) ઈર્યાસમિતિયુક્ત રહેવું જોઈએ. (૨) મનથી સારા (અહિંસાના) પરિણામ રાખવા. (૩) કોઈ પણ પ્રાણીને દુઃખ ઉપજાવે તેવી વાણી પણ ન બોલવી. (૪) લેવું કે પરઠવવું તેમાં પણ ધ્યાન રાખવું. (૫) ભોજનાદિ ઈષ્ટ પડિલેહણ (જીવાદિ જોઈને) કરીને લેવું. આ પાંચ ભાવના છે. બીજા મહાવ્રતમાં (૧) વિચારીને બોલવું. (૨) હંમેશા ક્રોધનો ત્યાગ કરવો. (૩) લોભ પર જય કરવો. (૪) ભયનો ત્યાગ કરવો. (૫) હાસ્યનો પણ ત્યાગ કરવો અર્થાત્ બે થી લઈને પાંચ સુધીના કોઈપણ કારણસર અસત્ય ન બોલવું. તેવી જે વિચારણા તેની ચારે ભાવના જાણવી. ત્રીજા મહાવ્રતની (૧) વિચારીને શુદ્ધ જગ્યાની માંગણી કરવી. (૨) આચાર્ય આદીની અનુજ્ઞા (રજા) મેળવીને ભોજન કરવું. (૩) અવગ્રહ (સ્થાન) ગ્રહણ કરતી વખતે સાધુએ અમુક નક્કી જગ્યા જ ગ્રહણ કરવી. (૪) હંમેશા જગ્યાનું પરિમાણ કરવું. (અર્થાત્ અલ્પ જગ્યા આદિના અભિગ્રહાદિ ધારણ કરવા.) (૫) વિચારપૂર્વક અમુક જગ્યા સાધર્મિક માટે ગ્રહણ કરવી. આ પાંચ ભાવના છે. ચોથા મહાવ્રતમાં (૧) સ્ત્રી સંબંધી કથા (વાત) ન કરવી. (૨) તેની (સ્ત્રીની) મનોહર ઈન્દ્રિય ન જોવી. (૩) પૂર્વે કરેલી કામક્રીડા યાદ ન કરવી. (૪) પ્રાણાતિરિક્ત ભોજન ન લેવું. (૫) સ્ત્રીપશુ-નપુંસક રહિત વસતિમાં રહેવું ઈત્યાદિ પાંચ ભાવના છે. પાંચ મહાવ્રતમાં મનોહર શબ્દ-રૂપ-રસ-ગંધ-સ્પર્શ પરના રાગને (મમત્વને) દૂર કરવો. ઈત્યાદિ પાંચ ભાવના છે. ll૮૬ll अथानित्यत्वभावनाश्रयेणाहप्रवचनावगतानित्यत्वस्त्यक्तारम्भो दुष्प्रकम्प्यः ॥ ८७ ॥ प्रवचनेति, चतसृष्वपि गतिषु प्राणिनो यत्र यत्रोत्पद्यन्ते तत्र तत्रानित्यभावमुपगच्छन्तीत्यादिकं मौनीन्द्रमनुत्तरं प्रवचनं निशम्य यथैव प्रवचनेऽनित्यत्वादिकमभिहितं तत्तथैव दृश्यत इति विचिन्त्य पत्यिक्तगृहपाशमारम्भादिसावद्यानुष्ठानं बाह्याभ्यन्तरं च परिग्रहं त्यक्त्वा सम्यग्यतमानं जिनागमगृहीतसारं परिशुद्धाहारादिना वर्तमानं साधुं न मिथ्यादृष्टयोऽसभ्यालापैः लोष्टप्रहारादिभिर्वा पीडामुत्पादयन्ति, न वा तैः साक्रोशशीतोष्णादिस्पर्शः पीडितोऽपि ज्ञानित्वात्पूर्वकृतकर्मविपाकानुभवं मन्यमानो निष्कलङ्कमना ग्लायति ॥ ८७ ।।
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy