SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्रार्थमुक्तावलिः त्रिहस्तपरिमाणे, तत्रैकामुज्ज्वलां भिक्षाकाले, अपराञ्च बहिर्भूमिगमनावसरे, चतुर्हस्तविस्तरामपरां समवसरणादौ सर्वशरीरप्रच्छादिकां प्रावृणोति, तस्याश्च यथाकृताया संघाटिकाया अलाभेऽथ पश्चादेकमेकेन सार्धं सीव्येदिति ॥ ७८ ॥ २७८ હવે વસ્રની યાચનાને આશ્રયીને કહે છે. સૂત્રાર્થ :- કપાસ, આકડાનું રૂ, ઊન આદિથી બનેલું નિર્દોષ વસ્ત્ર પોતાની શક્તિ મુજબ (શરીરને અનુકૂળ હોય તે મુજબ) ધારણ કરવું જોઈએ. ભાવાર્થ :- વસ્રના નામાદિ ચાર ભાંગા છે. તેમાં નામ-સ્થાપના તો પ્રગટ જ છે. દ્રવ્ય વસ્ત્ર ત્રણ પ્રકારે છે. (૧) એકેન્દ્રિય જીવમાંથી બનેલ - કપાસ આદિથી બનેલું (૨) વિકલેન્દ્રિય જીવથી થયેલું ચાઈના સીલ્ક વિ. (૩) પંચેન્દ્રિય જીવથી બનેલું - કાંબળી (ઉનની ઘેટામાંથી) રત્નકંબલ (તે જાતના ઉંદર આદિથી બનેલું) અને ભાવવસ્ત્ર તે અઢાર હજાર શીલાંગ રથને ધારણ કરવારૂપ છે. પ્રસ્તુતમાં દ્રવ્ય વસ્ત્રની વિચારણા છે. કપાસાદિથી બનેલું આધાકર્મીક આદિ દોષથી રહિત, સાધુ માટે ખરીદેલું કે ધોયેલું ન હોય તેવું દોષ રહિત વસ્ત્ર ધારણ કરવું. તેવા વસ્રને મેળવવા માટે અર્ધા યોજનથી વધારે દૂર કરવા માટે વિચારવું નહીં. જે મુનિ બળયુક્ત, નિરોગી, મજબૂત શરીરના બાંધાયુક્ત, અતિશય ધીરજવાળો છે. તે શરીરની રક્ષા માટે એક જ વસ્ત્ર ધારણ કરે. બીજું ધારણ ન કરે. બીજું જે વસ્ત્ર આચાર્યાદિને માટે ઉપાડે છે. તે પોતે ન પહેરે. વળી જે બાળ, દુર્બલ, વૃદ્ધ, અસહિષ્ણુ કે રોગી, અલ્પશરીર બળવાળો છે તે મુનિ તેની સમાધિ ટકી રહે તે રીતે બે કે તેથી વધારે પણ વસ્ત્ર ધારણ કરી શકે. જિનકલ્પિક તો પોતે જે રીતે નિયમ લીધો હોય તે મુજબ પહેરે તેમના માટે અપવાદ નથી. પરંતુ, સાધ્વીજી તો ચાર સાડી પહેરે. એક બેહાથ પ્રમાણવાળી, જે ઉપાશ્રયમાં પહેરે, બે-ત્રણ હાથ પ્રમાણની તેમાં જે ઉજળી હોય તે ગોચરી વખતે અને બીજી સ્થંડિલ જતી વખતે પહેરે. સમવસરણ આદિ કે પ્રવ્રચન આદિમાં જતી વખતે સર્વ શરીર ઢંકાય તેવી ચાર હાથ લાંબી બીજી પહેરે. સાધ્વીજીને આ બતાવેલી સાડી ન મલે તો તે એકમેકને સાથે સીવીને પણ પહેરે. (અર્થાત્ મર્યાદિત વસ્ત્ર પહેરવા જ જોઈએ.) ૫૭૮૫ निषेध्यवस्त्रमाह बहुमूल्यान्यजिनप्रावरणानि चायोग्यानि ॥ ७९ ॥ बहुमूल्यानीति, येषां मूल्यं महत्- यथा मूषकादिचर्मनिष्पन्नानि, सूक्ष्माणि वर्णच्छव्यादिभिश्च कल्याणानि, इन्द्रनीलवर्णकार्पासनिष्पन्नानि क्वचिद्देशविशेषेऽजाः सूक्ष्मरोमवत्यो
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy