SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ आचारांगसूत्र २७७ છતાં શિકારી પૂછે તો ખોટો જવાબ દેશે કે મેં હરણને નથી જોયું. અથવા ઉલટી દિશા બતાવી દેવી જેથી તે જીવનો બચાવ થઈ શકે. તેમજ જે અસાવદ્ય (અપાપકારી) ભાષા છે તે પણ વિચારીને જ બોલવી જોઈએ. ક્રોધ-માન-માયા-લોભપૂર્વકનું વચન ન બોલવું જોઈએ. “જકાર” યુક્ત ભાષા ન બોલવી. તેમજ આકાશમાં મેઘરાજા ગર્જના કરે છે. વરસાદ વરસ્યો, વરસાદ વરસે કે ન વરસે, ધાન્ય ઉત્પન્ન થાય કે ન થાય, આ રાજા જીતે કે ન જીતે, રાત પડે કે ન પડે, સૂર્ય ઉગે કે ન ઉગે ઈત્યાદિ વચન ન બોલવું જોઈએ. પરંતુ, જરૂર પડે તો આકાશ વાદળછાયું છે ખરું ! ઈત્યાદિ ભાષા બોલે. અમુક દેશમાં અમુક શબ્દ અવજ્ઞા સૂચક હોય તેવા વચન પણ ન બોલવા. કોઈકને બોલાવે ત્યારે તે ન સાંભળે તો તેવા પુરૂષને અમુક (તેના નામપૂર્વક) આયુષ્યમાન ! શ્રાવક ! ધર્મપ્રિય ! ઈત્યાદિ બોલે. તેમજ કોઢરોગવાળીનો કોઢીયો, ડાયબિટીશવાળાને ડાયબિટીશવાળા એવા નામપૂર્વક ન બોલાવે. કાણાને કાણો, પાંગળાને પાંગળો કદી ન બોલાવે. તમારા વડે (ઘરનો) કોટ સારો કરાયો, આવું તમારે કરવું જ જોઈતું હતું. ઈત્યાદિ રૂપ અધિકરણ (પાપ ક્રિયાની)ની અનુમોદનારૂપ વચન ન બોલવું જોઈએ. પરંતુ, જયારે બોલવું જ પડે ત્યારે આ ક્રિયા ખૂબ જ આરંભપૂર્વક કરાઈ છે. સાવદ્ય ક્રિયાપૂર્વક કરાઈ છે. પ્રયત્નપૂર્વક કરાઈ છે. ઈત્યાદિ અસાવદ્ય ભાષા બોલવી. ક્રોધ રહિત થઈ બોલ્યા પછી તેનું શું પરિણામ આવશે તેવું વિચારીને, સત્યભાષી, જલ્દીથી નહીં બોલતો, વિવેકયુક્ત, ભાષા સમિતિયુક્ત ભાષા બોલવી જોઈએ. /I૭૭ી. अथ वस्त्रैषणामधिकृत्याहकार्पासार्कतूलोर्णादिनिष्पन्नमदुष्टं वस्त्रं यथासामर्थ्यं धारयेत् ॥ ७ ॥ कार्पासेति, वस्त्रस्य नामादिश्चतुर्विधो निक्षेपः स्फुटे नामस्थापने, द्रव्यं त्रिधा, एकेन्द्रियनिष्पन्न कार्पासिकादि, विकलेन्द्रियनिष्पन्नं चीनांशुकादि, पञ्चेद्रियनिष्पन्नं कम्बलरत्नादि, भाववस्त्रन्त्वष्टादशशीलाङ्गसहस्राणि, अत्र द्रव्यवस्त्रेणाधिकारः, तत्र कार्पासादिनिष्पन्नमाधाकर्मादिदोषरहितं साधूद्देशेन क्रीतधौतादिदोषरहितञ्च वस्त्रं धारयेत्, तदन्वेषणाय नार्धयोजनात्परतो गमनाय मति कुर्यात् । यो निर्ग्रन्थो बलवानरोगी दृढकायो दृढधृतिश्च स एकं प्रावरणं त्वक् त्राणाय धारयेन्न द्वितीयम्, यदपरमाचार्यादिकृते बिभर्ति न तस्य स्वयं परिभोगं कुर्यात् । यः पुनर्बालो दुर्बलो वृद्धो वाऽसमर्थो रोगी वाऽल्पसंहननः स यथासमाधि व्यादिकमपि धारयेत् । जिनकल्पिकस्तु यथाप्रतिज्ञमेव धारयेत्, नास्ति तत्रापवादः । निर्ग्रन्थी तु चतस्रः संघाटिका धारयेत्, एकां द्विहस्तपरिमाणां यां प्रतिश्रये तिष्ठन्ती प्रावृणोति, द्वे
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy