SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ २५२ सूत्रार्थमुक्तावलिः તેથી એકાંતમાં ઊભો રહીને ગો દોહન આદિ પતી ગયું જાણે. પછી જ ત્યાં ભિક્ષા માટે પ્રવેશ કરે. જંઘાબલ ક્ષીણ થવાથી કોઈક સાધુ માસિકલ્પ કરી અથવા તો સ્થિરવાસ કરીને રહેલા હોય તેવા સાધુ એક ગામથી બીજે ગામ વિચરતા એવા મહેમાન મુનિને એમ કહે કે – આ ગામ નાનું છે. અથવા તો સૂતક આદિથી ઘણા ઘર અટકેલા છે. તેથી ભિક્ષા માટે થોડા ઘર છે. તેથી તમો ભિક્ષા માટે બીજા ગામમાં જાવ અને જે હું ભિક્ષુક-ભિક્ષાના સમય કરતાં પહેલાં જ ભત્રીજા, સસરા કે સંબંધીના ઘરે ભિક્ષા માટે હું પ્રથમ પ્રવેશ કરીશ. પછી ત્યાં રસયુક્ત અન્નપાણી ગ્રહણ કરી ખાઈ-પીને પાનું ધોઈને પ્રમાર્જીને જયારે ગોચરીનો સમય થાય ત્યારે મુખનો ભાવ બદલ્યા વિના (અર્થાત્ પોતે વાપરી લીધું છે તેવાં (મુખના હાવભાવ છૂપાવીને) આગંતૂક સાધુ સાથે ગોચરી વહોરવા ગૃહસ્થના ઘરે જઈશ. આવું વિચારે તેવા મુનિએ નિષેધ કરેલ એવા માયાશલ્યનો (માતૃસ્થાનનો) સ્પર્શ કર્યો કહેવાય અર્થાત્ ઉપરોક્ત બંને રીતે માયા ન કરવી જોઈએ. અથવા તો બીજી રીતે પણ માયા થવાની સંભાવના છે, કે જયાં અગ્રપિંડ આદિ માટે શ્રમણ, બ્રાહ્મણ આદિ અનેક અહીં ભિક્ષા અમે મેળવીશું એ પ્રમાણે જલ્દી જલ્દી જતાં હોય, ત્યાં હું પણ જલ્દી જાઉં એ પ્રમાણે વિચારતો સાધુ માયાને સ્પર્શે છે. આથી આવું ન જ કરવું જોઈએ. દ્વાર ઉઘાડા હોય તે આ પ્રમાણે, જે ગૃહસ્થના દ્વાર કમાડ વડે બંધ કરેલા છે તે દ્વારને ગૃહસ્થની રજા લીધા વિના ઉઘાડીને પ્રવેશ ન કરે. દષ્ટિ પડિલેહણ કે પ્રમાર્જન કર્યા વિના દરવાજો ઉઘાડે નહીં. નહીં તો ગૃહસ્થને સાધુ પ્રત્યે પ્રષ થાય. વસ્તુ વિ.ની ચોરી થાય તો સાધુ ઉપર શંકા થાય. અથવા તો પશુ વિ. ઘરમાં ઘૂસી જાય આ રીતે સઘળા પ્રસંગ વડે સંયમવિરાધના અને આત્મવિરાધના થાય. ગ્લાન આદિ માટે ભિક્ષા લેવી હોય તો ગૃહસ્થનું ઘર બંધ હોય તો અવાજ કરે (ખોલાવે) અથવા તો સ્વયં વિધિપૂર્વક ખોલીને પ્રવેશ કરે... તેમજ “નિર્ગતશ્રમણ' આ પ્રમાણે પોતે પહેલા પ્રવેશેલા શ્રમણ આદિને જાણીને દાતા અને ભિક્ષા લેનાર વચ્ચે દ્વિધા (અસમાધાન) થાય, અંતરાય પડે વિ. ભયથી એકાંતમાં ઊભો રહે. અને ત્યાં જો દાતા ચાર પ્રકારના આહારને લઈને અને આપીને તમે ઘણા ભિક્ષા માટે આવ્યા છો. તેથી વ્યાકુળતા વડે તેના ભાગ પાડીને આપવાને માટે હું સમર્થ નથી. આથી મારા વડે અપાયેલું આ (અન્ન) પોતાની રૂચિ પ્રમાણે તમે બધા ભેગા (એકઠા) થઈ અને ભાગ પાડીને એકઠા થઈ વાપરજો . આ ગ્રહણ કરો એ પ્રમાણે કહે ત્યારે તે આહાર આદિકને ગ્રહણ ન કરે. પરંતુ જો કારણ હોય તો તે બીજા શ્રમણાદિ પાસે જઈને ગૃહપતિએ કહેલી વાત જણાવે અને જો તેમાંથી કોઈક શ્રમણાદિ કહે કે હે સાધુ ! તમે જ અમને બધાને ભાગ પાડી આપો એ પ્રમાણે કહે ત્યારે કારણ વિના તેવું ન જ કરવું જોઈએ. //પી.
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy