________________
२५३
आचारांगसूत्र
नियमान्तरमाचष्टेद्वारावलम्बनधावनोदकप्रक्षेपस्थानादिषु न तिष्ठेत् ॥ ५७ ॥
द्वारेति, दातृगृहद्वारशाखावलम्बनेन न स्थयात्, जीर्णत्वादित: पतनसम्भवात्संयमात्मविराधनासम्भवात्तथोपकरणधावनोदकप्रक्षेपस्थान आचमनप्रवाहभूमौ वा न तिष्ठेत्, प्रवचनजुगुप्सासम्भवात्, परिदृश्यमानस्नानादिक्रिये स्थाने वा न तिष्ठेत्, दर्शनशङ्कया निःशङ्क गृहस्थक्रियाऽनिवृत्त्या निरोधप्रद्वेषसम्भवात् । नापि गवाक्षभित्तिसन्धिचौरखातादिद्वारेणाङ्गुलीनिर्देशेन कायनमनोन्नमनाभ्याञ्चालोकयेदन्यस्मै वा दर्शयेत्, हृतनष्टादौ वस्तुनि स्वस्मिन् शङ्कोत्पादप्रसङ्गात् । न वा गृहपतिमङ्गुलीचालनादिना भयमुपदी वाग्भिः स्तुत्वा वा याचेत, अलाभे वा परुष वदेदिति ।। ५७ ॥
(ગોચરી ગયેલ સાધુ માટે) બીજા નિયમ જણાવે છે.
સૂત્રાર્થ :- ધાર આલંબન = બારશાખમાં, વાસણ ધોવાના, પાણી નાંખવાના સ્થાનોમાં (ગોચરી ગયેલ સાધુઓ) ઊભા ન રહેવું જોઈએ.
ભાવાર્થ - ગૃહસ્થને ત્યાં ભિક્ષા માટે ગયેલા મુનિએ બારશાખને ટેકો દઈને ન ઊભા રહેવું. કારણ કે તેમ ઊભા રહેવામાં બારશાખ જીર્ણ થઈ હોય તો પડી જવાનો સંભવ છે. તેથી વાગી જવાથી સંયમ અને આત્મવિરાધના થાય. તેવી જ રીતે વાસણ ધોવાના સ્થાનમાં અથવા તો પાણી નાંખવાનાં સ્થાનમાં, પાણી જ્યાંથી વહેતું હોય એવા ખાળ વિ. સ્થાન ઉપર પણ ઊભા ન રહેવું. શાસન હિલનાનો સંભવ હોવાથી, દેખાઈ જાય એવા ગૃહસ્થ નાનાદિ કરતાં હોય ત્યાં ન ઊભા રહેવું. તેમ ઊભા રહેવાથી તેમને એમ લાગે કે આ.મ.સા. જોવા ઊભા છે. (અથવા તો) જોવાની શંકાથી (દૂર થવા માટે) ગૃહસ્થ સ્નાનક્રિયા અધૂરી હોય છતાં અટકી જાય તેવી (કાળ વિક્ષેપ થવાથી) સાધુ ઉપર દ્વેષ પણ થઈ શકે. ગવાક્ષ, ભીંતનો સાંધો, ચોરવડે પાડેલું ખાતર વિ. આંગળીથી અથવા શરીર ઊંચુંનીચું કરીને જોવું નહીં. બીજાને બતાવવું નહીં. કદાચ ગૃહસ્થના ઘરમાં ચોરી આદિ થાય તેમાં વસ્તુ જતી રહેતા સાધુ ઉપર શંકા જાય. ઘરના સ્વામીને અમુક વસ્તુ મને જોઈએ છે એમ આંગળીથી નિર્દેશ કરીને ન માંગવું. તેમજ કરાવીને કે વચન વડે સ્તુતિ કરીને પણ ન માંગવું. કદાચ ગૃહસ્થ ન આપે (અલાભ થાય) તો પણ કઠોર વચન ન બોલવા જોઈએ એ પ્રમાણે ભાવાર્થ છે. //પણા
नियमान्तरमाहउदकादिसंसृष्टं मालाहृतं मृत्तिकोपलिप्तं वीजनेन शीतमग्राह्यम् ॥५८ ॥
उदकादीति, यदाहारादि साक्षादुदकादिना सचित्तेन संस्पृष्टं यच्च साधुभिक्षादानार्थं शीतोदकेनोष्णोदकेन वाऽत्रिदण्डोवृत्तेन पश्चाद्वा सचित्तीभूतेन तदैव हस्तौ प्रक्षाल्य दाता यदि