SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ आचारांगसूत्र २५१ त्वरितमुपसंक्रामन्ति तत्राहमपि त्वरितमुपसंक्रमामीति विचिन्तयन् भिक्षुर्मातृस्थानं स्पृशति, अतो नैवं कुर्यात् । अपिहितद्वारमिति, यस्य गृहपतेारं कपाटादिना पिहितं तद्गृहं द्वारमननुज्ञयोध्दाट्य न प्रविशेन्न वा प्रत्युपेक्षणप्रमार्जनव्यतिरेकेणोध्दाटयेत्, अन्यथा गृहपतेः प्रद्वेषस्य वस्तुनो नाशे साधौ शङ्कायाः पश्वादिप्रवेशस्य च प्रसङ्गेन संयमात्मविराधना स्यात् । ग्लानादिकारणे सति तु स्थगितद्वारिस्थः शब्दं कुर्यात्, स्वयं वा यथाविधि उध्दाट्य प्रविशेत् । तथा निर्गतश्रमणमिति, स्वतः पूर्वं प्रविष्टान् श्रमणादीन् विज्ञाय दातृप्रतिग्राहकासमाधानान्तरायभयादेकान्ते व्यवस्थितो भवेत्, तत्र च यदि दाता चतुविधमाहारमादाय दत्त्वा च बहवो यूयं भिक्षार्थमुपस्थिताः, व्याकुलतया नाहमिदं विभज्य दातुं समर्थोऽतो निखिलार्थं युष्मभ्यं मया दत्तमिदं स्वरुच्यैकत्र भुङ्ग्ध्वं विभज्य वा गृह्णीध्वमिति ब्रूयात्तदा तदाहारादिकमुत्सर्गतो न ग्राह्यम्, सति कारणे गृह्यमाणं श्रमणाद्यन्तिके गत्वा गृहपत्युक्तं निवेदयन्तं यदि कश्चित् श्रमणस्त्वमेवास्माकं परिभाजयेति ब्रूयात्तदाऽसति कारणे नैवं कुर्यादिति ।। ५६ ॥ ભિક્ષાવિષયક નિયમને કહે છે. સૂત્રાર્થ :- કરેલ છે ગાય દોહવા આદિ જ્યાં ત્યાં ઉપયોગવાળો, અમારી (માયરહિત) સ્થાનને જાણીને જેમના ઘરમાંથી સાધુ નીકળી ગયેલ છે. તેવા ખુલ્લા બારણાવાળા ઘરમાં (ભિક્ષા માટે) મુનિ પ્રવેશ કરે. ભાવાર્થ :- ગૃહસ્થના ઘરમાં, શેરીમાં કે પ્રામાદિમાં ભિક્ષા માટે પ્રવેશ કરવાની ઈચ્છાવાળો મુનિ ઉપયોગયુક્ત રહે, ભિક્ષા માટે જતાં તેને રસ્તામાં કોટ-કાંગરા (ગઢ) તોરણ-સાંકળ વિ. આવે તો સાવધાનીપૂર્વક જાય. જો અસંયત બનીને રસ્તામાં ચાલે ને રસ્તો ઊંચો-નીચો આવે અને પગ ડગી જાય તો પછી પણ જાય. ત્યારે જીવવિરાધના (પોતાના જીવની અથવા પોતે પડવાથી નીચે રહેલ ત્રસજીવ દબાય તો તેની પણ) નીચે જમીન પર જો અંડિલ, માત્રુ, શ્લેષ્મ, કફ વિ. પડેલું હોય તો તેનાથી પોતાનું શરીર પણ ખરડાય. આ રીતે સંયમ વિરાધના અને આત્મવિરાધના બન્નેનો સંભવ છે. જો કદાચ કાદવ વિ. પોતાના શરીરને લાગી જાય તો સચિત્ત પૃથ્વીકાયના ટુકડા, પથ્થર આદિથી તેની શુદ્ધિ ન કરે પરંતુ, અલ્પજયુક્ત તણલખું માંગીને એકાંતમાં શુદ્ધ ભૂમિમાં જઈને શુદ્ધિ કરે...! જયાં દૂધાળી ગાયો દોહવાની હોય ત્યાં (ત્યારે) મુનિ ભિક્ષા માટે પ્રવેશ ન કરે. કારણ કે તે વખતે આવેલા મુનિને જોઈને વાછરડું વિચારે કે આ ગૃહસ્થ આ સાધુને ઘણું દૂધ આપશે (તેથી મને અલ્પ મળશે) અથવા તો મુનિને જોઈને ગાય ભડકે, આદિ પદથી જ્યાં આહાર બનતો હોય તેવા સ્થાનમાં પણ સાધુએ તેવા વખતે પ્રવેશ ન કરે. કારણ કે મુનિ માટે તેઓ જલ્દી રસોઈ બનાવે તો સંયમ વિરાધનાનો પ્રસંગ આવે.
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy