SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्रार्थमुक्तावलिः अल्पसत्त्व इति, मुनेर्हि द्वादशधोपधिर्भवति, सापि प्रमाणतः परिमाणतो मूल्यतश्चाल्पा, शीतापगमे शरीरोपकरणकर्मणि लाघवमापादयन्नेककल्पपरित्यागी द्विकल्पपरित्यागी कल्पत्रयपरित्यागी वा मुखवस्त्ररजोहरणमात्रोपधिर्भवति, कायक्लेशस्य तपोविशेषत्वात्, यस्त्विदं भगवदुपदिष्टं न सम्यग् जानात्यल्पसत्त्वतया स रोगातङ्कुश्शीतस्पर्शादिभिर्वा स्त्र्याद्युपसर्गैर्वाऽऽक्रान्तोऽसहिष्णुर्भक्तपरिज्ञेङ्गितमरणपादपोपगमनानामुत्सर्गतः कार्यत्वेऽपि कालक्षेपासहिष्णुतया तदनवकाशादापवादिकं वैहानसं गार्द्धपृष्ठं वा मरणमाश्रयति । ननु वैहानसादिमरणं बालमरणतयाऽनन्तनैरयिकभवग्रहणनिदानमुक्तमागमे तत्कथमत्र तस्याभ्युपगम इति चेदुच्यते, स्याद्वादिनां हि न किञ्चिदेकान्तेन प्रतिसिद्धमभ्युपगतं वा मैथुनमेकं परिहृत्य, किन्तु द्रव्यक्षेत्रकालादिविशेषाश्रयेण यत्प्रतिषिध्यते तदेवाभ्युपगम्यते, कालज्ञस्य मुनेरुत्सर्गोऽप्यगुणाय, अपवादोऽपि गुणाय भवति, दीर्घकालं संयमं परिपाल्य संलेखनाविधिना कालपर्यायेण भक्तपरिज्ञादिमरणं गुणभूतमपीदृगवसरे वैहानसादिमरणं गुणाय, अस्यापि कालपर्यायत्वात्, बहुकालपर्यायेण यावन्मात्रकर्मणः क्षयस्तावतामत्राल्पेनापि कालेन क्षयात्, अनेनापि वैहानसादिमरणेनानन्ताः सिद्धाः सेत्स्यन्ति चात इदं विगतमोहानां कर्तव्यतयाss श्रयोऽपायपरिहारितया हितञ्चेति ॥ ४५ ॥ २३४ કારણ હોતે છતે મરણ વિશેષનું આલંબન લેવું જોઈએ તે જણાવે છે. સૂત્રાર્થ :- અલ્પશક્તિવાળા મુનિ કારણે “વૈહાનસાદિક” મરણનો આશ્રય લઈ શકે. ભાવાર્થ :- મુનિને બાર પ્રકારની ઉપધિ હોય છે. તે પણ પ્રમાણથી અને માપથી, મૂલ્યથી અલ્પ હોય છે. ઠંડી ઓછી થાય ત્યારે શરીર ઉપકરણ કર્મમાં લાઘવ લાવવું જોઈએ. એક વસ્ત્રનો ત્યાગ, બે વસ્રનો ત્યાગ, અથવા ત્રણ વસ્તુનો ત્યાગ કરીને મુહપત્તિ અને રજોહરણ માત્ર ઉપધિયુક્ત થાય છે. કારણ કે કાયક્લેશ તે સૌથી મોટું તપ છે. પરમાત્મા વડે જણાવાયેલું આ જે સારી રીતે જાણતો નથી. એવો અલ્પસત્ત્વશાળી રોગ, પીડા, શીતસ્પર્શાદ અથવા તો સ્ત્રી આદિના ઉપસર્ગમાં પણ અસહિષ્ણુ હોય છે. તો વળી ભક્તપરિક્ષા, ઇંગિનીમરણ, પાદપોપગમન અણસણ આદિ ઉત્સર્ગથી સાધુને કરવું જોઈએ. છતાં પણ તે અણસણ ઘણા સમયે પૂર્ણ થાય તેવું છે. માટે અસહિષ્ણુપણાએ કરીને તેમાં અણશણનો સ્વીકાર તે કરી શકતો નથી. તેથી જ વૈહાનસ કે ગાર્શ્વપૃષ્ઠ મરણને સ્વીકારે છે. શંકા - વૈહાનસાદિ મરણ “બાલમરણ” છે. તેથી આગમમાં નૈરિયાદિ અનંતભાવનું કારણ જણાવ્યું છે. તો તેનો સ્વીકાર'કેવી રીતે કરી શકાય ? સમાધાન - સ્યાદ્વાદીઓને એકાન્તે કોઈનો નિષેધ અથવા તો કોઈપણનો સ્વીકાર એક મૈથુનને છોડીને નથી. પરંતુ દ્રવ્ય-ક્ષેત્ર-કાલાદિથી જે વસ્તુનો નિષેધ તેનો જ સ્વીકાર પણ કરાય છે. શાસ્ત્રજ્ઞ મુનિને ઉત્સર્ગમાર્ગ દોષને માટે અને અપવાદમાર્ગ પણ ગુણને માટે થાય છે. દીર્ઘસમય સુધી સંયમ
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy