SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ आचारांगसूत्र २३३ બે ગ્રંથનો સ્વયં ઉલ્લેખ કર્યો છે. જે બંને ગ્રંથ ન્યાયથી પરિપૂર્ણ અત્યંત સૂક્ષ્મતાયુક્ત છે.) આ રીતે પરમાત્માએ કહેલ સત્ (સ્તિત્વ) અને અસત્ (નાસ્તિત્વ) બંને રૂપ વસ્તુનો સ્વ-પર દ્રવ્યક્ષેત્ર-કાલ-ભાવથી સ્વીકારીએ તો કોઈ પણ દોષ ઉઠતો નથી. આવો ધર્મ જ સ્વાખ્યાત (સારી રીતે કહેવાયેલો) છે. એકાંતવાદીનો નહીં તે “સમનોશ' નથી (એકાંતવાદીઓ) જીવ-અજીવતત્ત્વની જાણકારીપૂર્વક ક્રિયા કરનારને જ સમનોજ્ઞ (પંડિત) કહેલ છે. તેમને સંમત વનવાસ સ્વીકારવાથી ધર્મ નથી. જંગલ હોય કે ગામ તેનાથી ધર્મને કોઈ અસર નથી. પરંતુ તત્ત્વ (વસ્તુનું સાચું સ્વરૂપ) જાણીને વ્રતવિશેષનું આચરણ તે જ ધર્મ છે. આવા પ્રાવાદુકના (શાક્યાદિના) સંગને છોડીને વિશુદ્ધ સમકિતી, સર્વસાવઘક્રિયા ન કરવાની પ્રતિજ્ઞા યુક્ત મુનિ ભિક્ષા માટે અથવા બીજા કારણે વિચરે. આવા મુનિ ગામની અંદર કે બહાર રહેતા હોય અથવા વિહાર કરતા હોય ત્યારે જેને સાધુનો આચાર ખબર નથી તેવો કોઈક ગૃહસ્થ સર્વ આરંભ જેમણે ત્યજેલા છે. તેવા મુનિને દેવાથી અક્ષય (મારી ઋદ્ધિ-સિદ્ધિ) થશે. તેથી હું તેમને દઉં. આવું વિચારીને કહે હે મુનિ ! સંસાર સાગરને પાર કરવા ઈચ્છતો હું તમને તમારા નિમિત્તે અશનાદિક, પ્રાણીની વિરાધના અથવા તો ખરીદી કરીને મેળવેલું પોતાના ઘરેથી લાવીને તમને આપું છું. ઘર વિ. પણ તમારા માટે નવું બનાવું અથવા છે તેને સમારકામ કરીને આપું. આ રીતે નિમંત્રણ કરે ત્યારે સૂત્રાર્થના પંડિત મુનિ “મારા માટે પ્રાણીની હિંસા વિ.થી થયેલું મને કલ્પતું નથી.” આવા અનુષ્ઠાનથી હું વિરમેલો છું તેથી તમારું આવું વચન સ્વીકારતો નથી. આ પ્રમાણે કહીને તેનું નિરાકરણ કરે. (તેને દૂર કરે.) તેમજ જેના દોષ પ્રગટ દેખાતા નથી. તેવા પણ આહારાદિને સાધુ માટે બનાવેલું છે એમ પોતાની બુદ્ધિથી બીજાના કહેવાથી અથવા તીર્થંકર પરમાત્માએ બતાવેલા ઉપાયથી અથવા તો બીજા કોઈપણ પ્રકારે જણાય કે આ આહારાદિ મારા માટે કરેલા છે તો તે વાપરે નહીં. આ રીતે નરકાદિગતિની પીડાને જાણતા, સંયમ વિધિને જાણતા, ઉચિત-અનુચિત અવસરને જાણતા, આંત-પ્રાંત આહારના કારણે નિરસ ખાવાથી) તેજ રહિત અને શારીરિક ગરમીવાળી યૌવનાવસ્થા જેની જતી રહી છે. તેવા ચામડીને રક્ષણ કરતા, સારાવસ્ત્રના અભાવયુક્ત શીતસ્પર્શથી ધ્રૂજતાં શરીરવાળા મુનિને કોઈક ગૃહસ્થ ભક્તિ અને દયાથી યુક્ત મનવાળો તે શીત સ્પર્શને સહન ન કરી શકતા મુનિને જો કહે કે હે મુનિ ! આ પેટાવેલા અગ્નિને તમે સેવતા નથી? ત્યારે તે મહામુનિ અગ્નિકાયને પોતાની જાતે બાળવું અથવા બીજાએ જવલિત કર્યું હોય તેને સેવવું તેમને કલ્પતું નથી. એમ તે ગૃહપતિને સમજાવે. ll૪૪ सति कारणे मरणविशेषावलम्बनं कार्यमित्याहअल्पसत्त्वः कारणे वैहानसादिकमाश्रयेत् ॥ ४५ ॥
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy