SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ २२० सूत्रार्थमुक्तावलिः यद्ययं नित्यः कथमसावनित्योऽनित्यश्चेत्कथं नित्यः, अप्रच्युतानुत्पन्नस्थिरैकस्वभावनित्यत्वस्य प्रतिक्षणविशरारुतालक्षणानित्यत्वेन परस्परपरिहारस्थितिलक्षणविरोधादित्यादिरूपोऽसम्यग्भावो मिथ्यात्वांशोदयात्समुन्मिषति, स च नैवं विचिन्तयति सर्वं वस्त्वनन्तधर्मात्मकम्, सर्वनयसमूहात्मकञ्च भगवद्दर्शनमतिगहनमल्पधियां श्रद्धागम्यमेव, न तु हेतुगम्यम्, एकनयाभिप्रायेणैव हेतो प्रवृत्तेस्तस्यैकधर्मसाधकत्वात्, सर्वधर्मप्रसाधकस्य च हेतोरसम्भवादिति । तस्मादेवंविधां शङ्कां विधूय जिनोपदेशं श्रद्दधानः सदाऽऽचार्यमार्गमनुगच्छेदिति ॥ ४१ ॥ હવે અવ્યક્ત અને એકાકી વિહારમાં નુકસાન છે. તેથી આચાર્ય આદિની સેવામાં (નિશ્રામાં) રહેવું આવશ્યક હોવાથી આચાર્ય અને શિષ્યના સ્વરૂપને કહે છે. સૂત્રાર્થ :- દુર્ગંછા રહિત એવો મુનિ શ્રદ્ધાપૂર્વક હૃદ (સરોવર અથવા પાણીનો સ્રોત) સમાન આચાર્ય ભગવંતની નિશ્રામાં રહેવું જોઈએ. ભાવાર્થ : :- હૃદ કલ્પનું સવિસ્તર વર્ણન કરે છે. હૃદ (સરોવર અથવા પાણીનો સ્રોત) તે ચાર પ્રકારે છે. (૧) જે હ્રદ પાણી આપે પણ છે અને પોતે પાણી ગ્રહણ પણ કરે છે. તેવા પાણીના સ્રોત. દા.ત. સીતા-સીતોદા વિ. નદીના પ્રવાહરૂપ હૃદ, (૨) પોતે પાણી આપે પણ નવું પાણી બીજા પાસેથી (દ્વારા) ગ્રહણ કરતા નથી, તેવા પદ્મદ્રહ આદિ પાણીના સ્રોતરૂપ હૃદ (૩) પોતે પાણી આપતા નથી પણ ગ્રહણ કરે છે, જેમકે, લવણસમુદ્ર વિ. પાણીના સ્રોત (હૃદ). (૪) પોતે પાણી આપતા પણ નથી. અને લેતા પણ નથી. તે જેમકે મનુષ્યલોકની બહાર રહેલા સમુદ્ર વિ. છે. તેવી જ રીતે આચાર્યમાં પણ શ્રુતને અધિકૃત કરનાર આચાર્ય ભ. પહેલા ભંગમાં, શ્રુતનું ગ્રહણ અને દાન બંને કરે છે. માટે સામ્પરાયિક કર્મની અપેક્ષાથી (દસમા ગુણસ્થાનકવર્તી) મુનિ તે બીજા ભંગમાં, કારણ કે તેમને કષાયનો ઉદય નથી તેથી નવું શ્રુત ભણતા (ગ્રહણ) નથી કરતા પણ આપે છે ખરા. કાયોત્સર્ગ આદિ વડે કર્મ ક્ષયની ઉપપત્તિ હોવાથી આલોચના કરનાર મુનિ ત્રીજા ભાંગે છે. કારણ કે તેમાં શ્રુતનું દાન ઘટતું નથી. માત્ર પ્રાયશ્ચિત્તરૂપ હોવાથી (ગ્રહણ હોવાથી) કુમાર્ગમાં રહેલ આ.ભ. ચોથા ભાંગે છે. કારણ કે કુમાર્ગના પ્રવેશથી બહાર નીકળવાનો અભાવ છે તેથી શ્રુતનું દાન કે ગ્રહણ શક્ય નથી માટે. એક આચાર્ય ભગવંતને આશ્રયીને આ ભંગરચના સમજાવી. (હવે સર્વે આ.ભ.ને આશ્રયીને) ધર્મારૂપ ભેદ લઈએ તો સ્થવિરકલ્પી આ.ભ. પ્રથમ ભાંગે છે. તીર્થંકરો બીજા ભાંગે છે. યથાસંદિક આ.ભ. ત્રીજા ભાંગે છે. કારણ કે યથાસંદિકને કદાચ સંદેહ થાય તો અર્થના નિર્ણય માટે આ.ભ. પાસે જાય છે. પ્રત્યેકબુદ્ધ આ.ભ.ને દાન અને ગ્રહણ બંનેનો અભાવ હોવાથી ચોથા ભાંગે છે. અહીં પહેલા ભાંગામાં રહેલ આ.ભ.ગ્રહણ કરવા. આ રીતે પાંચ પ્રકારના આચારથી યુક્ત, આઠ પ્રકારની સંપદાથી યુક્ત, હૃદ તુલ્ય નિર્મલ જ્ઞાનથી પરિપૂર્ણ, પોતે અને બીજા દ્વારા પ્રાણીઓની રક્ષા કરનારા આ.ભ. પાસે રહેવું જોઈએ. કેવા પ્રકારનો શિષ્ય
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy