SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ आचारांगसूत्र २२१ તે અહીં કહે છે. યુક્તિથી યુક્ત (યુક્તિ સંગત) અર્થમાં પણ મોહના ઉદયથી મતિવિભ્રમ (સંશય) થાય તે વિચિકિત્સા કહેવાય. જેમ ખેડૂતની ક્રિયા સફળ પણ થાય અને ક્યારેક નિષ્ફળ પણ જાય. તે જ રીતે અત્યંત મુશ્કેલીથી કરેલો આ તપ સફળ થશે કે નિષ્ફળ જશે આવી શંકા મિથ્યાત્વના કારણે અને શેય (જાણવા યોગ્ય) પદાર્થની ગહનતાથી થાય છે. જેમણે સમસ્ત સંસારનું સ્વરૂપ જાણ્યું છે એવા સર્વ સંગથી રહિત સાધુની સ્નાનાદિ નહીં કરવાના કારણે (ચિત્તમાં વિક્ષેપરૂપ) નિન્દા તે પણ વિચિકિત્સા કહેવાય છે. આવી વિચિકિત્સાથી યુક્ત મુનિ આચાર્ય વડે જણાવાતા સમ્યક્ત્વરૂપ બોધિને પ્રાપ્ત નથી કરી શકતા. આથી જ મુનિએ વિચિકિત્સા રહિત થવું જોઈએ. તેનાથી (વિચિકિત્સાથી) રહિત ગૃહસ્થ કે યતિ આચાર્ય વડે કહેવાયેલા સમ્યકત્વને સ્વીકારે છે. પૂ. આચાર્ય ભગવંતે જણાવેલા સ્પષ્ટ અર્થને નહીં જાણતો, નહીં સમજતો અથવા તો અજ્ઞાનના ઉદયથી સ્વીકાર નહીં કરતો એવો દુઃખી મુનિ આ પ્રમાણે વિચારે કે હું ભવ્ય છું કે નહીં ? મને સંયતભાવ નથી, ત્યારે આચાર્ય ભ. તેને સમાધાન આપે છે. કે અરે..! સાધુ તું ખેદ ન કર, તું ભવ્ય જ છે. ભવ્યત્વની સાથે જ રહેતાં ગ્રન્થિભેદ થયેલા સમ્યત્વનો તમે સ્વીકાર કર્યો છે. અભવ્ય જીવને તો હું ભવ્ય છું કે અભવ્ય ? આવી શંકાનો અસંભવ છે અને બાર કષાય (૪ અનંતાનુબંધી, ૪ અપ્રત્યાખ્યાનીય, ૪ પ્રત્યાખ્યાનીય એમ બાર કષાય)ના ક્ષયોપશમ આદિમાંથી કોઈપણ એકના જોડાણથી વિરતિના પરિણામની પ્રાપ્તિ હોવાથી. કોઈપણ પદાર્થ સમજમાં ન આવવું તે જ્ઞાનાવરણીય કર્મના કારણે થાય છે. તેથી તે પદાર્થમાં શ્રદ્ધાના લક્ષણ રૂપ (શ્રદ્ધા રાખવારૂપ) સમ્યક્ત્વનો તમે સ્વીકાર કરો... સ્વ-પર શાસ્ત્રને જાણનાર આચાર્યના અભાવમાં સૂક્ષ્મ અને અતીન્દ્રિય પદાર્થને સ્વ-પર શાસ્ત્ર મુજબ સિદ્ધ કરવાના બંને તરફના દૃષ્ટાંતનો અભાવ હોય અથવા તો પોતાના જ્ઞાનાવરણીય કર્મનો સદૂભાવ હોય ત્યારે પણ સમ્યજ્ઞાન થતું નથી. છતાં પણ “ફ્લેવ સત્ય નિ:શવં બ્ધિનૈ: પ્રતિનિતિ' - તેજ પદાર્થ શંકા વિનાનો તેમજ સત્ય છે. જે જીનેશ્વર ભગવંતોએ પ્રરૂપેલો છે. આ પ્રમાણે વિચિકિત્સા રહિત મુનિ શ્રદ્ધાને પ્રાપ્ત કરે છે. તેથી જ મૂળ સૂત્રમાં કહ્યું છે કે વિવિત્સ: શ્રદ્ધાનુપતિ - કેટલાક જીવોને દીક્ષા લેતી વખતે તે જ સત્ય છે - ઈત્યાદિ ઉપદેશ મુજબ વધતા પરિણામ વડે શંકાદિથી રહિતપણું થાય છે. કેટલાક જીવોને શ્રદ્ધા હોય તો પણ દીક્ષા લીધા પછી આન્વીક્ષિકી આદિના ભણવાથી એક નયને આશ્રય કરવાથી પરમાત્માએ બતાવેલ અનંત ધર્માત્મક વસ્તુમાં જો એક પદાર્થ નિત્ય હોય તો તે જ અનિત્ય કેવી રીતે હોઈ શકે અને જો એક પદાર્થ અનિત્ય હોય તો તે પદાર્થ નિત્ય કેવી રીતે હોઈ શકે? કારણ કે જેની ઉત્પત્તિ પણ નથી અને જેનો ક્યારેય વિનાશ નથી (અસ્થિર) આવો નિત્યનો સ્વભાવ છે. જ્યારે અનિત્યનું લક્ષણ “પ્રતિક્ષણ નાશ પામનારું” આવું છે. આ રીતે પરસ્પર વિરોધી નિત્યત્વ અને અનિયત્વ એક જ પદાર્થમાં કઈ રીતે ઘટી શકે ? આવો સમ્યગુપણાનો ભાવ. મિથ્યાત્વના આંશિક ઉદયથી ઉત્પન્ન થાય છે. પરંતુ, તે સર્વ વસ્તુ અનંત
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy