SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ २१८ सूत्रार्थमुक्तावलिः ભાવાર્થ :- હંમેશા ગુરુકુળમાં રહેલો, ગુરુના અભિપ્રાય મુજબ વર્તનાર સાધુ કોઈક કાર્ય માટે ગુરુ વડે મોકલેલો એવો મુનિ હાથ-પગ આદિ સંકોચીને, સમસ્ત અશુભ વ્યાપારથી અટકેલો, અવયવો અને અવયવોને સ્થાપન કરવાના સ્થાનને રજોહરણાદિથી પ્રમાર્જ.. બેસતી વખતે પણ એક સાથળ ભૂમિ પર અને બીજા સાથળ ઊંચે રાખે, જો આવી રીતે નિશ્ચલ બેસવામાં (ઊભા પગે બેસવામાં) અસહિષ્ણુ હોય તો ભૂમિને પૂંજીને પછી જ સંકોચન અને પ્રસારણ પગનું કરવું. સૂવે તો પણ મોરની જેમ સૂવે...! બીજા પ્રાણીના વિરાધનાનો ભય રાખીને (હોવાથી) એક પડખે સૂવે એ જ રીતે પરિવર્તન એક સ્થળેથી બીજે સ્થળે જવું ઈત્યાદિ સર્વ ક્રિયા કરવા છતાં અચાનક સંપાતિમ જીવ કાયાને સ્પર્શે અને મરી પણ જાય છતાં કર્મબંધની વિચિત્રતાને કારણે ઈરાદાપૂર્વક વિરાધના નથી કરી તેથી જ આ ભવમાં ક્ષય થાય. તેવું કર્મ જ બાંધે છે. શૈલેશી અવસ્થામાં મચ્છર આદિનો કાયસ્પર્શ થાય (મરી જાય તો પણ) તે જીવને કર્મ બંધનું મુખ્ય કારણ યોગ નથી તેથી કર્મનો બંધ થતો નથી. ઉપશાંતમોહ, ક્ષીણમોહ, સયોગી કેવલી, ગુણસ્થાનકવાળા જીવને કર્મની સ્થિતિ બાંધવામાં મુખ્ય કારણ જે કષાય તેનો અભાવ છે તેથી એક સમયમાં ભોગવાય તેટલો જ સામાયિક બંધ થાય છે. અપ્રમત્ત યતિને જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અંતઃકોડાકોડી સ્થિતિ હોય છે. પ્રમત્તને તો ઈરાદા વિના ઉપભોગ વિનાનો છતો પ્રવૃત્ત થયેલો ક્યારેક હાથ અવયવના સ્પર્શથી પ્રાણીને સંતાપ આદિમાં જઘન્યથી કર્મબંધ થાય તો તે જ ભવમાં ક્ષય પણ થઈ શકે છે અને ઉત્કૃષ્ટથી થાય તો અંતઃકોડાકોડી સાગરોપમથી પણ અધિક થઈ શકે છે. આગમમાં જે પૂર્વોક્ત કારણ જણાવ્યા છે તે કારણ સિવાય જો કોઈપણ જીવની વિરાધના થાય તો જ્ઞપરિજ્ઞાવડે જાણીને દશ પ્રકારના જે પ્રાયશ્ચિત્ત જણાવ્યા છે તેમાંથી કોઈ પણ (ગુરૂ દ્વારા) પ્રાયશ્ચિત્ત લઈને તે કર્મ દૂર કરવું જોઈએ. પરંતુ પ્રમાદ ન કરવો જોઈએ. આવો અપ્રમાદી સાધુ જ અતીત-અનાગત કે વર્તમાન ત્રણેકાળમાં કર્મના ફળને જોનારો છે. ઉપશાંત કષાયયુક્ત છે. પાંચ સમિતિથી પણ યુક્ત છે. અને આવો અપ્રમત્ત સાધુ જ ગુરૂનિશ્રામાં હોય ત્યારે પણ પ્રમાદથી થયેલા કર્મનો નાશ કરે છે. સ્ત્રી આદિ અનુકૂલ પરિષદમાં પણ સમ્યગ્રષ્ટિ હોવાથી અકાર્ય નહીં કરતો, ચિંતનપૂર્વક વ્રત પાલનમાં નિશ્ચલ રહે છે. તેમજ આહારના નિયમન-કાયોત્સર્ગ આદિ વડે વિષયઈચ્છાથી વિરમે છે. ll૪૦ના अथाव्यक्तस्यैकचर्यायामपायादाचार्यसेवित्वस्यावश्यकतयाऽऽचार्यान्तेवासिनोः स्वरूपमाह निर्विचिकित्सः श्रद्धालुहूंदकल्पमाचार्यमनुगच्छेत् ॥ ४१ ॥ निर्विचिकित्स इति, हृदकल्पमिति, हृदो हि चतुर्विधः, तत्र प्रथमः परिगलत्पर्यागलत्स्रोताः, यथा सीतासीतोदाप्रवाहह्रदः, अपरः परिगलदपर्यागलत्स्रोता यथा पद्मह्रदः, इतरश्च
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy