SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्रार्थमुक्तावलिः જે પ્રમાદી જીવ છે તે દ્રવ્યથી સર્વ આત્મપ્રદેશો વડે, ક્ષેત્રથી છએ દિશામાં રહેલા, કાલથી પ્રતિસમય, ભાવથી હિંસા વગેરે પૂર્વક કર્મ બાંધે છે. આથી જ તેવા જીવને આ લોક, પરલોક બન્ને સ્થળે મહાભય છે. અપ્રમત્તતા હોવાથી અને કષાયનો અભાવ છે માટે આત્મહિતમાં જાગૃત અપ્રમત્તને આલોક કે પરલોક બંનેથી ભય નથી. આ ભયના અભાવથી સંપૂર્ણ મોહનીય કર્મનો અભાવ થાય છે. અને પછી સર્વ કર્મનો ક્ષય થાય છે. તે જણાવતાં કહે છે. २०० સૂત્રાર્થ :- વધતાં એવા શુભ અધ્યવસાયના એકના અભાવમાં (એક અનંતાનુબંધી ક્રોધના અભાવથી.) (અનંતા-માનાદિ) અનેકનો અભાવ થવાથી મોક્ષ મેળવે છે. ભાવાર્થ :- વધતા એવા શુભ અધ્યવસાયના એ પ્રમાણે અર્થ, આ જણાવવા વડે તીર્થંકર પરમાત્માએ પ્રરૂપેલા આગમની મર્યાદા પ્રમાણે. જે યથોક્ત ક્રિયા કરે છે. તેવો શ્રદ્ધાળુ, અપ્રમત્તયતિ, અબદ્ઘાયુષ્ય, ક્ષપકશ્રેણી યોગ્ય થાય છે, બીજો નહિ. એ પ્રમાણે સૂચવાયું છે. એકનો અભાવ તે આ પ્રમાણે એક અનંતાનુબંધી ક્રોધનો અભાવ થાય છે. તેનો અભાવ ઉપશમ વડે અથવા ક્ષયથી થાય છે. અહીં અનંતાનુબંધી ક્રોધનો ક્ષયથી મોક્ષ જાણવો (થાય છે.) એ પ્રમાણે કહ્યું. ‘બહુના અભાવ' એ મૂળ પદથી ‘માન' આદિના ક્ષયથી બહુનો પણ અભાવ થાય છે. તેમજ જે વધતાં શુભ અધ્યવસાય વડે એક અનંતાનુબંધી ક્રોધનો ક્ષય કરે છે. તે ઘણા માનાદિ અથવા અપ્રત્યાખ્યાનાદિનો (પોતાના ભેદોનો-પ્રત્યાખ્યાનીય, સંજ્વલન) પણ ક્ષય કરે છે. અથવા તો જે એક મોહનીયને ખપાવે છે તે શેષ પ્રકૃતિનો પણ ક્ષય કરે છે. ઉપલક્ષણથી અહીં આ અર્થ વિચારવા યોગ્ય છે. જે ઘણી સ્થિતિને ખપાવે છે તે એક અનંતાનુબંધી અથવા મોહનીયને ખપાવે છે. તેમજ જેણે ૬૯ કોડાકોડી પ્રમાણ મોહનીય કર્મની સ્થિતિનો ક્ષય કર્યો છે. તેમજ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, અંતરાય કર્મની ૨૯ ઓગણત્રીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણની સ્થિતિનો ક્ષય કર્યો છે. વળી નામ અને ગોત્રની ઓગણીશ કોડાકોડી સાગરોપમ સ્થિતિનો ક્ષય કર્યો છે. એટલે કે જેની મોહનીય કર્મની સ્થિતિ ઘટીને દેશોન કોડાકોડી સાગરોપમની થઈ છે તે જીવ ક્ષપકશ્રેણીને યોગ્ય થાય છે, બીજો જીવ નહીં. એ જ રીતે ઉપશમશ્રેણીને આશ્રયીને પણ જે એક મોહનીયાદિ પ્રકૃતિનો ઉપશમક થાય છે. તે બહુ = અનેક પ્રકૃતિનો ઉપશમક થવાને લાયક છે. તે આ રીતે ગમતાના કારણે થયેલો જે પુત્રધનઆદિનો આત્માથી ભિન્ન જે સંયોગ. જે શરીરના દુઃખાદિના કારણરૂપ અથવા ઉપાદાન કારણ છે. તેના કારણભૂત જે કર્મને-છોડીને મુમુક્ષુ આત્માઓ અનેક કોટિ ભવમાં દુર્લભ રત્નત્રયીને મેળવીને, અપ્રમત્ત સાધુઓ મોક્ષમાં જાય છે. આ અપ્રમત્ત ગુણસ્થાન મળ્યા પછી પણ યોગ્ય દ્રવ્ય, ક્ષેત્ર, કાળ વિ. મળે, અને લઘુકર્મી જીવ હોય તો જ તે ભવમાં જ તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. બીજા જે જીવો યથાશક્તિ સંયમનું પાલન કરે છે. તેવા જીવો આયુષ્યનો ક્ષય થાય. ત્યારે સૌધર્માદિ દેવલોકને મેળવીને ત્યાંથી ખૂબ પુણ્યથી કર્મભૂમિ, આર્યક્ષેત્ર, સુકુલમાં જન્મ, આરોગ્ય, શ્રદ્ધા, સંયમ આદિ મેળવીને અત્યંત વિશેષ સ્વર્ગ, અનુત્તર સુધીનું પણ મેળવે
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy