SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ १७८ सूत्रार्थमुक्तावलिः અવસર ચાર ભેદ છે તેમાં દ્રવ્ય અવસર - સંસારથી પાર કરાવવા સમર્થ, ચારિત્રની પ્રાપ્તિને યોગ્ય જંગમપણું પાંચ ઈન્દ્રિયથી પરિપૂર્ણતા, વિશિષ્ટ જાતિ, કુલ, રૂપ, બલ, આરોગ્ય, આયુષ્ય આદિ યુક્ત મનુષ્ય જન્મ, દેવ-નારક ભવમાં સમ્યકત્વ અને શ્રુત સામાયિક જ, અને તિર્યંચમાં કોઈકને જ દેશવિરતિ હોય છે. (આ સર્વે દ્રવ્ય અવસર જાણવા.) ક્ષેત્રાવસર - જે ક્ષેત્રમાં ચારિત્રની પ્રાપ્તિ થાય તે...! ત્યાં સર્વવિરતિ સામાયિકના અધોલૌકિક ગામથી યુક્ત (કુબડી વિજય / મેરૂના રૂચક પ્રદેશથી શરૂ થતું) જે અઢીદ્વીપ અને સમુદ્રરૂપ તિષ્ણુલોક અને તેમાં પણ ૧૫ કર્મભૂમિમાં તેમાય ભરતક્ષેત્રની અપેક્ષાએ સાડા પચ્ચીશ દેશમાં વિ. ક્ષેત્રરૂપ અવસર, બીજા ક્ષેત્રમાં પહેલા બે સામાયિક છે. અવસર્પિણીમાં સુષમ દુઃસમ, દુઃસમ સુષમા, દુઃસમાં આ ત્રણ આરા અને ઉત્સર્પિણીના ત્રીજા-ચોથા આરામાં સર્વવિરતિ સામાયિક ગ્રહણ કરનારની અપેક્ષાએ કાલઅવસર છે. અને ભાવઅવસર -કર્મભાવ, નોકર્મભાવ અવસરના ભેદથી બે પ્રકારનો છે. કર્મભાવઅવસર કર્મના ઉપશમ કે ક્ષયોપશમ રૂ૫ ભાવાવસર કહે છે. તેમાં ઉપશમશ્રેણીમાં ચારિત્રમોહનીય ઉપશાંત કરે ત્યારે અંતર્મુહૂર્ત પ્રમાણ ઔપથમિક ચારિત્રનો અવસર હોય છે. તે જ મોહનીયકર્મનો ક્ષય થતાં અંતર્મુહૂર્ત પ્રમાણ જ યથાખ્યાતચારિત્રનો સમય છદ્મસ્થને હોય છે. મોહનીયકર્મના ક્ષયોપશમથી લાયોપથમિક ચારિત્ર હોય છે. તેજ લાયોપથમિક ચારિત્ર અવસર છે. અને તે ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વક્રોડ વર્ષ સુધી હોઈ શકે છે. સમ્યક્ત્વની અજઘન્ય અને અનુષ્ટ સ્થિતિ વર્તમાનમાં આયુષ્ય હોય ત્યાં સુધીની જાણવી. અને શેષ કર્મની પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ જીવની જાણવી. આળસ, મોહ, અવર્ણવાદ, અભિમાન આદિના અભાવમાં સમ્યકત્વ આદિ મળે છે. પ્રાપ્તિનો અવસર છે. આળસ વિ.થી હણાયેલો હોય તો.) સંસાર તરવા યોગ્ય મનુષ્યભવ હોય તો પણ સમ્યકત્વ આદિની પ્રાપ્તિ થતી નથી. તેથી આ મુજબ વિષય, કષાય, માતા-પિતા આદિ પોતાના અહિતકારીને છોડીને, જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ આત્માના હિતકારી અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરવી જોઈએ એ પ્રમાણે ભાવ છે. ૨૧ अथावाप्तसंयमस्य कदाचिन्मोहनीयोदयात् प्रसक्तायामरतौ अज्ञानकर्मलोभोदयाद्वा संयमस्य शैथिल्यप्रसङ्गेऽरत्यादिव्युदासेन तद्दाढ्य सम्पादनीयमित्याशयेनाह संयमरत्याऽरतिमज्ञानं ज्ञानेन लोभमलोभेन परिहरेत् ॥ २२ ॥ संयमरत्येति, सम्प्राप्तचारित्रावसरो नारतिं विदध्यात्, स्वजनादिसमुद्भाविता मोहोदयात् कषायाभिष्वङ्गजनिता पञ्चविधाचारविषयाऽरतिः तां संयमरत्या परिहरेत्, दशविधसामाचारीविषयकरत्या निवर्तयेत्, न चेयं रतिः किञ्चिद्वाधायै । संयमे चारतिरध्यात्मदोषैरज्ञानलोभादिभिर्भवतीत्याशयेनाहाज्ञानं ज्ञानेनेत्यादि, ननु विदितसंसारस्वभावस्य साधो रति
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy