SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ आचारांगसूत्र १७१ ભાવાર્થ :- ઔદયિક ઇત્યાદિ... પાંચ અસ્તિકાય સ્વરૂપ લોક છે. અને તે નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભવ, ભાવ, પર્યાયના ભેદ વડે વિચારી શકાય છે. તેમાં નામ-સ્થાપના સુપ્રસિદ્ધ છે, દ્રવ્યલોક - જીવ-અજીવ રૂપ, ક્ષેત્રલોક - આકાશ પ્રમાણ, કાલલોક - સમય-આવલિકા વિ, ભવલોક - નરકાદિ, પોતપોતાના ભવમાં વર્તતા, જેમ મનુષ્યલોક, દેવલોક વિગેરે ભાવલોક - ઔદયિક, ઔપથમિક, ક્ષાયિક, ક્ષાયોપથમિક, પારિણામિક, સાન્નિપાતિકરૂપ. પર્યાયલોક - દ્રવ્યોના પર્યાયરૂપ. અહીં આચારાંગ સૂત્રમાં ઔદાયિક ભાવલોક ગ્રહણ કરાયો છે તે સૂચવવા માટે જ “મૌયિકમાવો' એ પ્રમાણેનું ગ્રહણ કર્યું છે. (મૂળ સૂત્રમાં). તેના મૂળ રૂપ સંસાર છે. આથી એનો વિજય કરવો જોઈએ, અને વિજય નામ-સ્થાપના-દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવના છે ભેદો વડે નિક્ષેપ કરાય છે તેમાં નામ-સ્થાપના પ્રસિદ્ધ છે. વ્યતિરિક્ત દ્રવ્યનો વિજય, દ્રવ્ય વડે, દ્રવ્યથી કે દ્રવ્યમાં વિજય તે દ્રવ્યવિજય. જેમ કડવો, તુરો, તીખો આદિ વડે કફનો વિજય થાય છે. રાજાનો વિજય અથવા મલ્લ પુરૂષ વિ.નો વિજય થાય છે. ક્ષેત્રવિજય - છ ખંડ રૂપ ભારતનો વિજય તે ક્ષેત્રવિજય. અથવા તો જે ક્ષેત્રને વિષે વિજયની પ્રરૂપણા કરાય છે તે ક્ષેત્ર વિ. કાલવિજય - કાલ વડે વિજય જેમ ૬૦ હજાર વર્ષ ભરત વડે ભારત જીતાયું. કાલની પ્રધાનતાથી, કાલવિજય કહેવાય છે. અથવા જે કાલમાં (વડે) વિજયની વ્યાખ્યા કરાય છે તે કાલવિજય ભાવવિજય - ઔદયિક આદિ ભાવનો ઔપથમિક આદિ બીજા ભાવ વડે જે વિજય કરવો તે ભાવવિજય છે. આ પ્રસ્તુત આચારાંગમાં તેનો જ અધિકાર છે. આ રીતે “ૌયિકમાવ” એ પદ વડે તથા પ્રકારના કષાયનું ગ્રહણ કરેલું છે. ઔદયિક ભાવરૂપ કષાયલોકનો ઔપશમિકાદિ ભાવલોક વડે વિજય કરવો જોઈએ. તે કષાયરૂપલોક સંસારનું કારણ છે અને તેનો વિજય કરવાથી સંસારથી જલ્દી છૂટી શકાય છે. એ પ્રમાણેનો ભાવાર્થ છે. ૧૮. ननु विजितकषायलोकत्वात्त्वरया संसारान्मुच्यत इत्युक्तं तत्र कोऽसौ संसारः किं वा तत्कारणमित्यत्राह संसारकषायकामानां मोहनीयं मूलम् ॥ १९ ॥ संसारेति, परम्परया संसारस्य कषायाणां कामानाञ्च मोहनीयं प्रधानं कारणं तथा संसारस्य कषायाः तेषां कामाः तेषाञ्च मोहः कारणम्, एतत्सूचनाय तथा क्रमोपन्यासः, भवति हि इष्टेतरशब्दादिविषयरूपाः कामाः कषायाणां मूलम्, शब्दादीनामिष्टानिष्टानां प्राप्तौ रागद्वेषाभिहतचेतसः कषायाणां प्रादुर्भावात्, ते च कषायाः संसारस्य कारणम्, कषाया हि कर्मस्थितेर्मूलम्, सत्याञ्च तस्यां संसारोऽवश्यम्भावीति, तस्माच्छब्दादिविषयोद्भूताः कषायाः कर्मस्थितिद्वारेण संसारस्य मूलम् । कर्मणश्च कषाया मूलम्, मिथ्यात्वाविरतिप्रमादकषाययोगानां बन्धहेतुत्वात्, अष्टविधस्यापि कर्मणो मोहनीयान्तर्गताः कषायाः कारणम्, कामानाञ्च
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy