________________
१२०
એક પાત્ર-વસ્ત્રધારી શ્રમણનો આચાર તથા ઇંગીતમરણનું મહત્ત્વ. • દીક્ષા, સમતા, અપરિગ્રહ, દિનચર્યા, એકચર્યા આદિ વાતો. • ભક્તમરણ, ઇંગીતમરણ તથા પાદોપગમનમરણની વિધિ.
અધ્યયન-૧, પિંડૈષણા, ઉદ્દેશ-૧૦
•
દ્વિતીય શ્રુતસ્કંધ
પ્રથમ ચૂલિકા
આહાર માટેના વિધાનો, પરઠવવાની વાત અને વિહાર સંબંધી વિધિ-નિષેધની વાત.
•
સામૂહિક ભોજ, મૃતક ભોજ, ઉત્સવ ભોજ આદિના વિધિ-નિષેધની વાતો.
♦ કઈ ૭ બાબતોમાં આહાર લેવાનો નિષેધ છે તેનું વર્ણન.
• આહારની વિસ્તૃત વિધિ, પાણી વાપરવાની વિધિ આદિનું વિસ્તૃત વર્ણન.
·
કયા સમયે, કયા ક્ષેત્રનો, કયા ઘરનો આહાર ન લેવો તેનું વર્ણન.
♦ માંસાહારી ઘરના આહાર ત્યાગની વાત.
• અપ્રાસુક (કેરી આદિ સચિત્ત) લેવાનો નિષેધ.
·
અલ્પખાદ્ય અને અધિક ત્યાજ્ય પદાર્થોનું વર્ણન. (શેરડી આદિ)
ગ્લાન મુનિ માટે ૭ પ્રકારની પિંડૈષણા, ૭ પ્રકારની પાણૈષણા.
અધ્યયન-૨, શષ્યેષણા, ઉદ્દેશ-૭
• ઉપાશ્રય આદિમાં ઉતરવાના તથા વિવિધ સ્થાનોમાં ઉતરવાના વિધિ-નિષેધની વિસ્તૃત માહિતી.
શય્યાતર ઘર સંબંધી વિગતો, ૪ સંસ્તારક પડીમાનો નિષેધ.
અધ્યયન-૩, ઈર્યા, ઉદ્દેશ-૩
• ચોમાસાના વિશેષ વિધાનો તથા વિહાર નિષેધનું વર્ણન.
♦ નાવમાં બેઠા પછી આવતા ઉપસર્ગો તથા વિવિધ વિહાર માર્ગોની વાત.
♦ ગુરુ, આચાર્ય, ઉપાધ્યાય, પદસ્થ, વડીલ સાથે વિવેકપૂર્વક બોલવાની વાત. અધ્યયન-૪, ભાષાજાત, ઉદ્દેશ-ર
• ૧૬ પ્રકારના વચનોનો વિવેકપૂર્વક ઉપયોગ કેવી રીતે કરવો તેની વાત.