________________
તૃતીય ઉદ્દેશક
જલનિકાય
- જલનિકાયના જીવોની સમીક્ષામાં પ્રથમ અણગારની પિગ્યતા સ્પષ્ટ કરે છે, અને તેવા ઉચ્ચ અધિકારને પામેલે સાધક જે એક સામાન્ય ખલનામાં પણ બેદરકારી સેવે તે તે અધિક ખલનાએ કરવાને ટેવાય છે એમ માનસશાસ્ત્રના નિયમથી સિદ્ધ કરે છે.
આકસ્મિક સ્કૂલના થવી એ જુદી વાત છે, અને ખલના તરફ બેદરકાર થવું કે રહેવું એ જુદી વાત છે. આ વિવેક શીખી લેવાય છે તે જાગરુક સાધક ખલનાની નવી પરંપરાથી છૂટીને પૂર્વમ્બલનાઓને નિવારી શકે છે એ સ્પષ્ટ કરતાં
ગુરુદેવ બોલ્યા:– [૧] હે જંબૂ! હું કહું છું તે સાંભળઃ– જે જીવનપ્રપંચથી મુક્ત થઈને અગારી મટી અણગાર થયું છે, જેનું અંતઃકરણ અને કાર્ય સરળ બની ગયાં છે, જે મેક્ષમાર્ગ તરફ વળે છે અને માયા (દગા, છળ, કપટ)ને જે આચરતો નથી, તે અણગારે પોતે જે શ્રદ્ધાથી. જે ભાવનાબળથી ત્યાગમાર્ગ અંગીકાર કર્યો છે તે જ ભાવથી જીવનના