SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ આચારાંગસૂત્ર અન્તપર્યંત પેાતાના જડ સંસર્ગજન્ય પૂર્વસ્વભાવની અધીનતામાં ન ફસાતાં ત્યાગમાનું યથા પાલન કરવું જોઈએ. આ મેક્ષના મહામા માં વીરા જ ચાલ્યા છે અને પાર પામ્યા છે, અને તેમણે જ તે માને આરાજ્યેા છે. એમાં શંકા જેવું કંઈ નથી. નોંધઃ—(૧) જેવા વિચારો હેાય તેવું જ ખાલે, અને જેવું બેલે તેવું જ ચાલેઃ અર્થાત્ કે મન, વર્ચુન અને કાર્ટૂની એકવાક્યતા એ સાધુતાનું પ્રથમ લક્ષણુ છે. ત્યાગ ગ્રહણ કરી સતત જાગૃત રહે તે સાધુ. કારણ કે સમ આત્મા માટે પણ પૂર્વસ ંસ્કારોને લઈને નિખળતા થવી સાવિત છે. મન જ્યારે પૂર્વસ ંસ્કારને અધીન થાય ત્યારે જીવાત્માનાં સામર્થ્ય, ત્યાગ અને શક્તિ ક્ષણભરમાં નાબૂદ થવાના સમય આવી પડવાનાં ઘણાં દૃષ્ટાંતા મળી આવે છે. મલિનતાની સહજ અસર પણ ત્યાગની પવિત્રતા અને ચારિત્રની સુવાસને વટલાવી મૂìછે. સહજવીરતા વિના મુક્તિમાર્ગની ચેાગ્યતા નથી—માલ દ્વોમાં બહારની વીરતા, આંતરદ્રઢોમાં આંતરિક વીરતા. બહારની વીરતા કરતાં આંતિરક વીરતા કાઢિગણી કઠિન અને દુઃસાચ્ છે. બાહ્ય વીરતામાં સન્માન, સામ્રાજ્ય, હક્ક વગેરે મેળવવાનું હોય છે, આંતરિક વીરતાના માર્ગમાં ઊલટું ઘણાં વર્ષાથી સ ધરી રાખેલું એ બધું—— અહત્વ, મમત્વ, આસક્તિ વગેરે દફનાવી દેવાનું હોય છે. એ વીરનાં શસ્રો પણ જુદાં છે. તે હાથમાં નહિ, પણ હૈયામાં ધારણ કરાય છે. એવા અહીં ભાવ છે. [૨] હે જમ્મૂ ! આ રીતે જૈનશાસનની આજ્ઞાથી (વીતરાગના વચનથી) સ'સારને એળખી પોતે નિર્ભય અને, અન્યને (જલનિકાયાદિ જીવાને) પણ નિર્ભય બનાવે. નોંધઃ—તે જ સાચા નિર્ભય છે કે જેનાથી સૌ કાઈ નાનામેાટા જીવાને અભય મળે છે. પેાતાનાથી જ્યારે કાઈ ભય ન પામે તેનેા નિ:સ્વા અને નિર્વિકારી પ્રેમ અખંડ વહે, ત્યારે જ નિર્ભયતા પ્રાપ્ત થાય, નિય દશા પ્રાપ્ત કરવાનું ધ્યેય એ સર્વોત્તમ અને કાર્યકારી ધ્યેય છે. જે નિર્ભયતામાં અસંયમ અને સ્વચ્છંદતા છે તે નિર્ભયતા ભયાનક છે. અને એ નિર્ભયતા અહાર દેખાતી હોય તેાયે એ નિ`ચતા નથી, પણ મહાન પાકતા છે.
SR No.023120
Book TitleAcharanga Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra Maharaj
PublisherLakshmichand Zaverchand Sanghvi
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy