________________
આચારાંગસૂત્ર [૮] જ આ રીતે પૃથ્વીકાયના છ સંબંધી હિંસાની ક્રિયાઓને પણ જે 7 પરિજ્ઞાથી જાણી પ્રત્યાખ્યાન પરિવ્રાથી ત્યાગે છે તે ખરેખર વિવેજ્યુક્ત સંયમી મુનિ ગણાય છે.
નોંધ –ઉપરની બીના અણગાર ત્યાગીને ઉદેશીને લખાયેલી છે. કારણ કે ગૃહસ્થ સાધકને જીવન ટકાવવા માટે પૃથ્વી આદિ સ્થાવર છની હિંસા અનિવાર્ય છે છતાં હિંસા એ તો હિંસા જ છે, અને હિંસામાં પાપ પણ છે. માત્ર અધિક યોગ્યતાવાળા જીવોની ઘાતની અપેક્ષાએ આ પાપ અલ્પ ગણી શકાય, જોકે તેના પરિણામને વધુ આધાર આસકિતની તીવ્રતા કે મંદતા પર નિર્ભર છે. એટલે ગૃહસ્થ ગણાતા સાધકે પણ આવી વાતોમાં વિવેકપુરઃસર આસક્તિને ઓછી કરતાં શીખવું જોઈએ.
એમ કહું છું, શસ્ત્રપરિજ્ઞાઅધ્યયનનો દ્વિતીય ઉદ્દેશક સમાપ્ત થયે.