________________
૪૨૮
આચાસંચાલ
આયુષ્ય અને શ્વાસેચ્છવાસમાં પણ કામ કરે છે એમ એ કહે છે. જૈનદર્શન જેમ પ્રાણને સ્વતંત્ર તત્વ નથી માનતું તેમ મન અને ચિત્ત જુદાં છે, અંતકણુના બે વિભાગો છે એમ પણ નથી માનતું. જૈનદર્શન મન, ચિત્ત અને અંતઃકરણને માત્ર એક જ શક્તિસૂચક પર્યાય શબ્દો સ્વીકારે છે. એટલે પ્રાણનો આયામ તથા મનનું પ્રાણ સાથે નિયમન એવાં જે પ્રાણાયામ અને પ્રત્યાહાર નામનાં જે બે અંગે યોગદર્શનપ્રણાલિકામાં નજરે પડે છે તે જૈનદષ્ટિએ વિરમી જાય છે.* અને એને લીધે જ નવલી કે તેવી એક પણ હઠયોગની પ્રક્રિયાને અહીં સ્થાન અપાયું નથી. આ સ્થળે એટલું કહેવું જોઈએ કે જૈનદર્શન આંતરિક અને બાહ્ય મનના પણ બીજા બે વિભાગો કલ્પ છે. એ ચારે નામો આ પ્રમાણે છે. (૧) નિવૃત્ત, (૩) ઉપકરણ, (૩) લબ્ધિ , (૪) ઉપયોગ. પરંતુ એ બધા વિભાગો માત્ર કાર્યપરત્વે છે, પૃથક તત્વ રૂપે નહિ. જૈનદર્શનના સ્થાન અને ગદર્શનના યોગ વચ્ચે માત્ર આટલો જ પ્રણાલિકાભેદ છે એમ નહિ, બલકે તે બન્ને વચ્ચે દયનું પણ અંતર છે. યોગદર્શનના યોગનું ધયેય ચિત્ત અને વૃત્તિના નિરોધપૂરતું જ છે. પણ જૈનદર્શનની પ્રણાલિકાનું ધ્યેય માત્ર ચિત્તવૃત્તિનો નિરોધ કરીને જ વિરમતું નથી. ચિત્તવૃત્તિનિરોધ પછી પણ ઠેઠ એ ચિત્તવૃત્તિનાં મૂળભૂત કારણો અને તેનો નાશ કરી આત્મસ્વરૂપી પૂર્ણતા અને વીતરાગભાવની પરાકાષ્ઠાએ પહોંચવું એ એનું અંતિમ દયેય છે. એથી જૈનદર્શનને સહજાગ માન્ય છે. તે બીજી બાહ્ય ભાંજગડમાં વધુ માથું
વેદધર્મમાં પણ પ્રાચીનતાની દષ્ટિએ તપાસીએ તો “પ્રાણાયામ અને પ્રત્યાહાર” એવાં અંગ નથી મળતાં. પ્રાચીન ઉપનિષદો જેવા કે તૈત્તિરીય, છેતેશ્વર, છાંદોગ્ય ઈત્યાદિમાં યોગ અને દયાન શબ્દ નજરે પડે છે. પ્રાણાયામ કે પ્રત્યાહાર શબ્દો દેખાતા નથી અને ઉપનિષદેથીયે પ્રાચીન સાહિત્યમાં જોઈએ તે યોગ શબ્દને નિર્દેશ પણ કવચિત જ દેખાશે. ઋગવેદની ઋચાઓમાં ધ્યાન શબ્દને નિર્દેશ છે, યોગ નથી. બૌદ્ધ દર્શનમાં તો યોગ શબ્દને નિર્ટશ જ નથી, ધ્યાન અને સમાધિ શબ્દો દેખાય છે અને એની પ્રણાલિકા પણ ઘણે અંશે જૈનદર્શનની પ્રાચ્ય પ્રણાલિકાને અનુરૂપ છે. અહીં વિરતારભયથી તે આપવામાં આવી નથી. જિજ્ઞાસુ વર્ગ મઝિમ નિકાય, બુદ્ધ લીલાસાર સંગ્રહ તથા દીઘનિકાય, સામ-ઝચક ફળ ઈત્યાદિ સ્થળે જોઈ લે.