SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ વિરપ્રભુની તપશ્ચર્યા ક૨૭ પાછળથી એ યોગ બે પ્રકારે વિભક્ત થઈ ગયો છે: (૧) હઠાગ અને (૨) રાજગ. હઠયોગમાં આસન અને શરીરની આંતરશુદ્ધિની ક્રિયાઓને બહુ મહત્વનું સ્થાન છે. વાત એમ છે કે શરીરની આંતરશુદ્ધિ પર, નાડીશુદ્ધિ પર, શુદ્ધ વાયુસંચાર અને પ્રાણવાયુની શુદ્ધિ પર મનઃશુદ્ધિને આધાર છે. અને મનઃશુદ્ધિ થયા પછી જ ચિત્તવૃત્તિને નિરોધ થાય છે કે જે યોગની પ્રણાલિકાનું પ્રધાન દયેય છે. પણ પાછળથી એની સાધનભૂત ક્રિયાઓ પર માત્ર મહત્ત્વ જ નહિ પણ હઠ પકડાઈ ગઈ, જેટલે અંશે એ હઠ યોગ થયે તેટલે અંશે એનું ધ્યેય પણ પલટાયું, અને હઠયોગને પ્રયોગ કેવળ ભૌતિક હેતુ અર્થે જ હોય એવું બની ગયું. હિનેટીઝમ, મેસમેરીઝમ, અને એવા બાહ્ય માનસશકિતના પ્રયોગો કે ઉચ્ચાટના, મારણ અને તેવી હલકી શકિતઓનો વિકાસ તથા તંત્ર, મંત્ર અને યંત્રની ઉપાસના એ બધા રોગની વિકૃતિનાં અંગે છે. રાજયોગ આ વિકૃતિથી દૂર રહ્યો છે. આંતરિક શક્તિઓના વિકાસ તરફ તેનું પ્રધાન વલણ છે. ચિત્તવૃત્તિના નિરધથી આંતરિક શક્તિઓ વિકસે છે, અણિમા, લધિમા, ગરિમાદિ અષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. તથા ઋદ્ધિ અને સમૃદ્ધિ પણ ચરણે ઢળે છે. તો તે પ્રલોભનમાં ન લેભાતાં કેવળ આત્મલક્ષી રહેવું એમ રાજયોગ ભલામણ કરે છે. અને જે યોગીની ભૌતિક પ્રલોભનમાં વૃત્તિ પ્રેરાતી નથી તેને યુક્તયોગી તથા જે યોગીની વૃત્તિ પૂરાવા છતાંય તેની પ્રવૃત્તિમાં પડી જતાં પહેલાં જે તુરત જ સાવધાન થઈ જાય છે અર્થાત કેવળ આત્મલક્ષી બની જાય છે તેને યુજાનગી કહે છે.* જૈનદર્શનની યગપ્રણાલિકા આથી કંઈ જુદી જ જાતની છે. તેને મદાર કેવળ આંતરિક વિકાસ પર છે. બહારનાં સાધનોને તે બહ ગૌણ સ્વરૂપ આપે છે. પ્રાણશુદ્ધિ માટે શરીરની આંતરિક શુદ્ધિ આવશ્યક જ છે, તે એનો આગ્રહ નથી. પણ તત્ત્વને તે સ્વતંત્ર તત્ત્વ છે, એમ પણ નથી માનતું. પ્રાણુને તે માત્ર ચેતનની શરીરમાં અભિવ્યક્ત થતી શક્તિરૂપ માને છે, અને તે શક્તિ મન, વચન, ક્રિયા, ઇદ્રિ, આ પ્રણાલિકા પ્રમાણે શ્રીકૃષ્ણચંદ્રને યુક્તયોગી અને શ્રીરામચંદ્રજીને મુંજાનગી તરીકે વર્ણવ્યા છે. જુઓ નબ્યુન્યાયની કારિકાવલી.
SR No.023120
Book TitleAcharanga Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra Maharaj
PublisherLakshmichand Zaverchand Sanghvi
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy