________________
વીરપ્રભુની તપશ્ચર્યા
૪૨૯ મારતું નથી. બાહ્ય શક્તિઓ ગમે તેટલી ઊંચી, ઉપકારક કે જગતકલ્યાણના હેતુરૂપ લાગતી હોય તેયે તેને તે આદર નથી આવતું. એ આધ્યાત્મિક વિકાસમાં જગતશાન્તિનું મૂળ જુએ છે, અને નિખિલ વિશ્વનું સંપૂર્ણ જ્ઞાન પણ આધ્યાત્મિક જ્ઞાન પછી પિતામાંથી જ જન્મે છે એવો એને દઢ વિશ્વાસ છે. એટલે જૈનદષ્ટિના યોગમાં કેવળ આત્મલક્ષ્ય અભીષ્ટ છે. કોઈ પણ જાતના મંત્ર, તંત્ર, યંત્ર, ઋદ્ધિ, સંપત્તિ, સિદ્ધિ કે સમૃદ્ધિની જાળમાં તે જીવનસાધના બગાડવા કે ફસાવવા ઈચ્છતું નથી. અને જે કર્મકાડે આંતરિક વિકાસમાં ઉપયોગી ન હોય તેને એ કેવળ ઢોંગ માને છે. આ સૂત્રમાં શ્રમણ મહાવીરના જે સ્થાનને નિર્દેશ છે એ ધ્યાનનું દયેય અને એની સાધનપણુંલિકા સંબંધી આટલું સારભૂત કથન થાય છે.
[૧૩] મેક્ષાથી જંબૂ! આ રીતે એ દીર્ઘતપસ્વી અને મહાયોગી કષાયરહિત તથા આસક્તિરહિત બનતા જતા હોવાથી શબ્દાદિ ( ઈન્દ્રિયગ્ય ) વિષયે એમને સહજ પણ ન લેભાવી શકતા. એ શ્રમણ હમેશાં આત્મધ્યાનમાં મગ્ન રહેતા અને એ રીતે છા અવસ્થામાં (એટલે કે સાધક સ્થિતિમાં) પણ કર્મ દૂર કરવા માટે તેમણે અતિ પ્રબળ પુરુષાર્થ દાખવ્યો હતો. કોઈ વખતે પણ તેઓ પ્રમાદની જાળમાં સપડાયા નહોતા.
નોંધ–સાધકે મૂળ પાયાથી માંડીને સાવધ રહેવું જોઈએ. પાયો સુદઢ ને સુસ્થિર હોય, તો જ આખું મંડાણ નિર્ભય થાય.
[૧૪] બ્રહ્મપ્રયાસુ જંબૂ! આ રીતે શ્રમણ ભગવાન મહાવીર સ્વયં (પોતાની મેળે જ ) આત્મયોગમાં જોડાઈને આત્મશુદ્ધિ પામ્યા અને તેથી જ સાધનાના અંત સુધી સસ્પ્રવૃત્તિવંત હોવા છતાં અમાયાવી રહી શક્યા, અને છેવટે સાધનાસિદ્ધ થઈ કર્મોથી સર્વથા નિવૃત્ત થયા, તથા સિદ્ધ, બુદ્ધ, સર્વજ્ઞ અને ભગવંત બન્યા. સાધનાને આ કમિક વિધિ તે ભગવાને કાઈ પણ જાતની અહિક ( આ લક સંબંધી) કે પારલાકિક (પરલોક સબંધી ) લાલસા રાખ્યા વગર નિઃસ્પૃહ ભાવે જે રીતે આચર્યો હતો તે હેતુને લક્ષમાં રાખી બીજા સાધકે પણ તે માર્ગે વિચરે અને વર્તે.
નેધ:-શ્રમણ મહાવીરની સાધદશાની સાચી વિશેષતાનું આ છેલ્લા સૂત્રમાં નિદર્શન છે. એક જ સૂત્રમાં સૂત્રકારે આખી સાધનાનો સાર