SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ એમને તે શ્રેતાની ગરજ હતી, શ્રીમંતની નહતી. શ્રીમંત પણ સાચો શ્રેતા હોય તે એનું સ્થાન પહેલું ભલે આવે, પણ જેનદર્શનમાં ઉચ્ચતાનું માપ ધન, સત્તા કે શાણપણથી નહિ માત્ર એગ્યતાથી અપાય છે. એ યોગીશ્વરનું જીવનસૂત્ર હતું. શેઠજી મોડા આવ્યા અને વ્યાખ્યાન તો ચાલુ થઈ ગયું હતું. શેઠજીને રોષ ચડ્યો ને યોગીશ્વરને ટકોર કરી. આ એક નિમિત્તે, જેનસમાજના દુર્ભાગ્યે એણે એક સમર્થ પુરુષને ગુમાવ્યા. | ગીશ્વરે આત્મવિકાસ તો સાધ્યો જ. આજે પણ એમનાં પડ્યો ગીશભૂમિકાની સાક્ષી પૂરી રહ્યાં છે. એમની સમતાગની સાધના કેવી જીવનવ્યાપી અને સર્વતોમુખી ઉદાર હતી એ “પડદર્શન જિન અંગ ભણીએ' એ પદ સ્પષ્ટ કરે છે. જેનસમાજે જે એ મહાપુરુષને પચાવ્યા હેત તે જેનસમાજનું નવચેતન કોઈ અનેરું હોત. પણ એ બીચારે શું કરે ! એને તે ત્યાંય નડી પેલી વારસા પ્રાપ્ત સંસ્કૃતિ. ચોથું સુવર્ણ પાત્ર શ્રીમદ્ રાજચંદ્ર. શ્રીમદ્દ એટલે આધ્યાત્મપથનો એકલવો પથિક, અધ્યાત્મરસને રસિક મધુકર. એમનાં કાવ્ય જુઓ, પત્ર જુઓ, લેખ જુઓ કે પુસ્તક જુઓ. એમનું રસક્ષેત્ર શ્રીમદ્ રાજચંદ્ર માત્ર એ જ. એમના પર છાયા છે કુંદકુંદાચાર્ય તત્ત્વજ્ઞાનીની એ ખરું. છતાં એમની નવસર્જક શકિત અવધ્ય છે એમાં સંશય નથી. એમના સાહિત્યમાં ચાલતી આવેલી સંસ્કૃતિનો છાયા છેક જ નથી એમ નિશ્ચિતપણે ન કહી શકાય. એમનાં કાવ્યોમાં સ્ત્રીને “ કાષ્ટની પૂતળી ની ઉપમા આપેલી નજરે ચડે છે. એમના આધ્યાત્મિક સંગીતમાં નિવૃત્તિપ્રધાનતાને સ્વર મુખ્યત્વે ગુંજે છે. આ પાત્રનેય જેનસમાજ ન ઝીલી શકો, એમ કહેવું અસ્થાને નથી. કદાચ આમાં બાહ્ય કર્મકાંડો પ્રત્યેની એક જ એમની ઉદાસીનતા કારણભૂત હોય ! આમાંનાં કોઈ કર્મપ્રેમી, કોઈ જ્ઞાનપ્રેમી અને કોઈ ભકિતપ્રેમી;
SR No.023120
Book TitleAcharanga Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra Maharaj
PublisherLakshmichand Zaverchand Sanghvi
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy