SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ સાચો અને શ્રેયસ્કર માર્ગ છે. હવે આપણે એ પ્રાચીન સંસ્કૃતિમાંથીયે જે વિચારક અને નવસર્જક બળ ઉત્પન્ન થયાં તેને અને જેનસમાજે એનો ઉપયોગ શો કર્યો એ વાતને વિચાર કરી લઈએ. જૈન ઈતિહાસનાં સુવર્ણ પારો - વિકમની શતાબ્દી પછીના જૈન ઇતિહાસમાં સુવર્ણ પાત્રો મળે છે પાંચ. પ્રથમ મળે છે શ્રીમાન કુંદકુંદાચાર્ય. ચીલેચીલે ચાલતા - જેનસમાજમાં એમણે આધ્યાત્મિકતાના ઝોકવાળું શ્રીમાન કુંદકુંદાચાર્ય નવીન કિરણ ફેંક્યું છે. સમયસારને અણમૂલે તત્ત્વજ્ઞાનને ગ્રન્થ એની સાક્ષીભૂત છે. અષ્ટપ્રાભૃતમાં એકક તત્ત્વોની કરેલી સમાલોચના એકાંત ધાર્મિક ક્રાન્તિની. અને નવીનતાની સૂચક છે. ભલે એ નવીનતાએ સમગ્ર સંસ્કૃતિનો પલટ ન કર્યો હોય, પર તુ કર્મકાંડીય વલણવાળા માનસ સામે એમના સાહિત્ય જમ્બર ક્રાન્તિ જગાવી છે એમાં શંકા નથી. બીજું સુવર્ણ પાત્ર મળે છે “ધર્મપ્રાણ” લોંકાશાહ. એમણે જે નવીનતા આપી છે એ વ્યવહાર અને અદ્દભુત છે. કર્મકાંડની જટિલતા, સાધનબદ્ધતા, રૂઢિચુસ્તતા અને શ્રમણસંસ્થાની ધમપ્રાણુ કાશાહ શૈથિલ્યવૃત્તિ તથા સામાજિક અવ્યવસ્થા તથા સત્તાશાહીના વિકાર સામેનો પ્રબળ રોષ એમની સાર્વત્રિક જીવનચર્યાથી સ્પષ્ટ તારવી શકાય છે. જેનસમાજની વિકૃતિના કોઈ પણ નાડપારખુ. આદર્શ ચિકિત્સક અને સિદ્ધાંત ખાતર સર્વાર્પણ કરી જેનસમાજના રૂઢ માનસ સામે ઝઝૂમનાર કાર્ડ હોય તે તે અજોડ ધર્મક્રાન્તિકાર ધર્મપ્રાણ લેકશાહ. . ત્રીજું સુવર્ણ પાત્ર છે આપણા અલબેલા યોગીશ્વર શ્રી આનંદઘન છે. સાંપ્રદાયિકતા અને સત્તા સામેનો પ્રબળ વિરોધ એમના એક જ જીવનપ્રસંગ પરથી જોઈ શકાય છે. યોગીશ્વર ગીશ્વર આનંદ- એક ગામમાં ગયેલા. સમાજના વડેરા આવે ને ધનજી. વ્યાખ્યાન વંચાય એવી ગ્રામપ્રથા હતી. પણ યોગીશ્વરે તો સમય થતાં વ્યાખ્યાન ચાલુ કર્યું. ૩૧
SR No.023120
Book TitleAcharanga Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra Maharaj
PublisherLakshmichand Zaverchand Sanghvi
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy