________________
ખેદની બીના ! આપણુ પુરાણસંસ્કૃતિની ચુસ્તતાને અને આપણી એ નવસર્જનશક્તિને કેટ બાંધવાનો એક જ દાખલે જુઓ. આપણું એ સમર્થ પંડિત “નમો સિદંતા” એવાં પંચ પરમેષ્ઠીનાં પદોને. માત્ર સંસ્કૃત ભાષામાં “નમો સદંતરિદ્વાજાથfiદારપુગ્યા” રચે છે કે તુરત જ જાણે મહાગુનો કરી નાખ્યો હોય તેમ સંધબહાર મૂકવાની ક્રિયા ઠેઠ ઈતિહાસને પાને ચડે છે ને આપણી વારસાગત સંસ્કૃતિના કેટ પર એક ઊંડી મહારછાપ મારી જાય છે. અને એવો વારસે જેમજેમ મળતો જાય છે તેમતેમ જૈન પ્રજા જિજ્ઞાસુ બુદ્ધિથી પર થતી જાય છે.
તપાસો ઠેઠ ઈ. પૂ ને ૪૦૦ વર્ષ પૂર્વેથી માંડીને આજ સુધીને ઇતિહાસ, તાર્કિક ચૂડામણિ સિદ્ધસેન દિવાકર, શ્રીમાન હરિભદ્રસૂરિ, શ્રીમાન હેમચંદ્રાચાર્ય જેવા સમર્થ પ્રભાવિક પુરુષો મળ્યા; શ્રીઅભયદેવસૂરિ, શ્રીવાદદેવસૂરી અને શ્રીયશોવિજ્યજી જેવા મહાપંડિત મળ્યા; અને એ જ રીતે દિગંબર સંપ્રદાયમાં સમંતભદ્રાચાર્ય, દેવનંદીઅકલંક અને એવાએવાં સમર્થ વિક્રરત્નો મળ્યાં; પણ આપણા એ મહાસમર્થ આચાર્યો પાસેથી પણ આપણે કશું નવું ન મેળવી શક્યા, અને કેવળ પ્રાચીન સંસ્કૃતિના પ્રભાવે વારસાવી બન્યા; જેકે વારસાવી હોવા છતાં બીજાનાં આંદોલનની અસર તે આપણને મળી જ છે, જે મેં આગળ સ્પષ્ટ કર્યું છે. આજનું રૂઢ માનસ નવીનતા તરફ સૂગ કરતું થઈ ગયું છે, અને નવીન આંદોલન જાગે કે તુરત એને દાબી દેવા માટે સજજ રહે છે. તેમ જ આજના જેનસમાજની શક્તિ નવસર્જનને વિકસાવવાને બદલે નવસર્જનનાં બળાને વિઘાતક એવા આંતરકલહમાં વેડફાય છે, એનું મૂળ અહીં છે. જ્યાં સુધી એ આખી સંસ્કૃતિ પલટો ન પામે ત્યાં સુધી અંદરઅંદરની શક્તિઓ આ રીતે ક્ષીણ થાય છે, અને થવાની જ. વર્તમાન સંસ્કૃતિના વલણને પલટો કરી શુદ્ધ જૈનસંસ્કૃતિનું પુનરાંદલન જગાવવું એ જ સંસ્કૃતિસુધારને અને પરિસ્થિતિઉકેલને