________________
૧૧૯
અહિંસા વણાય તો તે દ્વારા કેવળ વ્યકિતને જ નહિ પણ સમાજ, રાષ્ટ્ર અને વિશ્વનો પણ વિકાસ છે, અને એ સર્વને માટે અનિવાર્ય હોઈ શ્રદ્ધાસ્પદ બનવી ઘટે.
કૃત્રિમ વિલાસમાં હિંસાની સંભાવ્યતા છે. હિંસા અને ધર્મ એકીસાથે હોઈ શકે નહી. બહિર્મુખ દૃષ્ટિ આત્મવિકાસનું આવરણ અને કર્મબંધનનું મૂળ છે. એનાથીજ આસક્તિને વેગ મળે છે.
અહિંસાના જીવનવણાટની શકયતા માટે આસક્તિ અને પૂર્વદયાસથી પર રહેવું આવશ્યક છે. એટલે જાગૃતિ એ જીવનવિકાસમાં ઉપયોગી સાધન બની રહે છે. અને જાગૃતિથી પ્રવૃત્તિમાં અને વૃત્તિમાં શુભ સંસ્કારે સ્થાપિત કરવાની તક સાંપડે છે.
એમ કહું છું. સમ્યક્ત્વ અધ્યયનને પ્રથમ ઉદ્દેશક સમાપ્ત થયા. '