________________
૧૧૮
આચારાંગસૂત્ર
કરતો નથી અને ચાહતા નથી. તે પિતાનું જીવન હળવું બનાવી માત્ર પરિકલ્યાણના શુભ આશયથી જ પ્રવૃત્તિ સેવે છે, એટલે એની પ્રવૃતિ કર્મબંધનના કારણભૂત હોતી નથી.
[૮] આત્માથી જંબૂ ! મેં ઉપરની ભગવદ્ભાષિત જે જે બીના કહી છે તે દીઠેલી પણ છે, સાંભળેલી છે અને અનુભવેલી પણ છે.
નેધ –તવદર્શી પુરુષ જે જે ભાવે પિતાના અપરક્ષાનુભૂત સ્વાનુભવથી જાણે છે, તે જ કળે છે. અને તેવા અનુભવના ઉદ્ગારે જ સ્વ અને પર ઉભયને લાભપ્રદ થઈ પડે છે. આ સૂત્રમાંથી કણ ઉપદેશ આપી શકે, કેનો ઉપદેશ ઉપાગી, સફળ અને સામાના હૃદય પર વિશ્વાસ જન્માવનાર નીવડી શકે, એ સમજાય તેવું છે.
[૯] જેઓ સંસારમાં આસક્ત થઈને ખેંચી રહે છે, તે છે સંસારમાં વારંવાર પરિભ્રમણ કરે છે.
નોંધ –અનાસક્તિ અને વિકાસ એ બને એકીસાથે ન ટકી શકે. ધર્મ જે વિકાસનું સાધન હોય તો તેમાં બહિર્મુખ દષ્ટિ ન હોવી ઘટે.
| [૧૦] માટે તત્ત્વદર્શી ધીર સાધકે એ પ્રમાદીજનોને ધર્મથી અભિમુખ જાણીને અહર્નિશ ઉદ્યમવંત બની સાધનામાર્ગમાં સાવધાનપણે વર્તવું ઘટે.
નેધ –અપ્રમાદ એ જ અમૃત છે, એ જ ધર્મ છે. પ્રમાદ એ અધ્યાત્મ મૃત્યુ છે. તે દઈને ચેપ એ ભૂડે છે કે તેના દર્દીને જ માત્ર નહિ પરંતુ તે દર્દીના સંસર્ગમાં આવનારા પ્રત્યેકને પકડી પાડે છે, અને પતનની ગર્તામાં ધકેલી દે છે. આથી ધર્મમાર્ગને યથાર્થ સમજીને શ્રદ્ધા–દઢ નિશ્ચયપૂર્વક પિતાના માર્ગમાં અપ્રમત રહેવું, એ જ સમ્યકત્વનું પરિણમન છે.
ઉપસંહાર અહિંસાને જીવનના પ્રત્યેક ક્ષેત્ર સાથે સંબંધ છે. સાચા અને સનાતન ધર્મનું પાલન, અહિંસાની જીવનવ્યાપી આચરણયાતામાં છે. આવી અહિંસા કે જેનો સંબંધ પ્રત્યેક કર્મ, મન અને વાણી સાથે છે તે જીવનમાં