SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ હોત ૩-૧૦, ૧૧,૧૨,૧૩,૧૪] ઝખમમાં સાચવવાનાં ઓષિ [ ૧૮૩ ૧૨ સંધિઓ અને સંમ્પંગની રચના પણ રસાભિવ્યક્તિની અપેક્ષાએ કરવી. કેવળ શાસ્ત્રનું પાલન કરવા માટે ન કરવી. - ૧૩ વચમાં વચમાં પ્રસંગાનુસાર ૨સનું ઉદ્દીપન અને પ્રશમન નિરૂપતા રહેવું અને મુખ્ય રસની વિશ્રાંતિ શરૂ થઈ ગઈ હોય તેનું ફરી અનુસંધાન જાળવી લેવું. ૧૪ શકિત હોવા છતાં અલંકારોની યોજના રસને અનુરૂપ હોય એ રીતે જ કરવી. પ્રબંધ રસાદિને વ્યંજક બની શકે એ માટે આ પાંચ શરતો છે. એની વૃત્તિમાં કહ્યું છે કે – પ્રબંધ પણ રસાદિને વ્યંજક બની શકે છે એ કા જ છે. એની વ્યંજકતાની પાંચ શરતે છે. ૧. પહેલી શરત એ છે કે જે રસભાવ વગેરેનું નિરૂપણ કરવું હોય તેને ઉચિત વિભાવ, સ્થાયી ભાવ, અનુભાવ અને સંચારી ભાવના ઔચિત્યથી સુંદર એવા કથા શરીરની રચના કરવી જોઈએ. અર્થાત, ધારે કે શંગારનું નિરૂપણ કરવું છે, તે કથા એવી લેવી જોઈએ, જેમાં નાયક-નાયિકાનું પરસ્પર ઔચિત્ય હોય, જેમાં વસંત ઋતુ, માલા વગેરે ઉદ્દીપન વિભાવ, લીલા વગેરે અનુભા અને હષ, કૃતિ વગેરે સંચારી ભાવ સ્પષ્ટપણે આવતા હેય. હવે એ ચારે ઔચિત્ય વિશે કહે છે. જ. વિભાજિત્ય એમાં વિભાવૌચિત્ય તે પ્રસિદ્ધ જ છે. એને અર્થ એવો છે કે એ લોકોમાં પ્રસિદ્ધ છે અને ભરતાદિ આચાર્યએ એનું વિગતે નિરૂપણ પણું કહ્યું છે. જેમાં અમુક વિભાવ
SR No.023111
Book TitleAnandvardhanno Dhvani Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy