SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮] ધમાં સાચવવાનાં ઓચિલે [ અન્યાલો ઉચિત મનાય છે, અમુક અનુચિત મનાય છે. પ્રેમને દાખલો લઈએ તો અમુક અમુક વચ્ચે પ્રેમ ઉચિત મનાય છે. અમુક અમુક વચ્ચેનો અનુચિત મનાય છે. કોઈ પ્રત્યેને ક્રોધ ઉચિત મનાય છે, કાઈ પ્રત્યેને અનુચિત મનાય છે. એવું જ બીજા ભાવો વિશે પણ છે. ભારતે નાટકને લોકનું અનુકીર્તન કહેલું છે. શાસ્ત્ર લેકસ્વભાવને અનુસરે છે, એટલે નાટકમાં લોક જ પ્રમાણ છે. લોકોની પ્રકૃતિ અને પ્રવૃત્તિ તો અનંત છે, એટલે પાત્રમાં તેનું પૂરું નિરૂપણ થઈ શકતું નથી. ગ્રામ તે માત્ર દિગ્દર્શન કરી શકે છે. એ રીતે વિભાવચિત્યની બાબતમાં “સાહિત્યદર્પણકારે કહ્યું છે કે ઉપનાયકવિષયક, મુનિ-ગુપત્ની વગેરે વિષયા તથા અનુભનિષ્ઠ રતિ, તેમ જ પ્રતિનાયકનિષ્ઠ અને અધમ પાત્ર, તિર્યક ઇત્યાદિ પ્રત્યેના શૃંગારમાં અનૌચિત્ય હોય છે. ગુરુ વગેરે પ્રત્યેને કપ, હીન પાત્રનિષ્ઠ સાત, ગુરુ વગેરેને અવલંબીને હા, બ્રહ્મવધ વગેરે માટે ઉત્સાહ, અધમ પાત્રગત વીર અને ઉત્તમ પાત્રગત ભયાનક અનુચિત ગણાય છે. એ જ રીતે, ઉદ્દીપન વિભાવના ઔચિત્યને પણ ખ્યાલ રાખવો જોઈએ. . ભાવયિત્ય ભાવૌચિત્ય પ્રકૃતિ ઔચિત્યથી આવે છે. પ્રકૃતિના ભેદ બે રીતે પાડી શકાય. એક તે ઉત્તમ, મધ્ય અને અધમ એવા, અને બીજી રીતે દિવ્ય, અહિય (માનુષી અને દિવ્યાદિવ્ય (દિવ્ય-માનુષી એવા. એ પ્રકૃતિને બરાબર અનુસરીને ને સ્થાયી ભાવનું નિરૂપણ કરવામાં આવે અને તેમાં કોઈ મિશ્રણ ન હોય, (એટલે કે કોઈ વિરોધી ભાવનું મિશ્રણ ન હોય અને બીજે કઈ અનુકૂળ અથવા ઉદાસીન ભાવ પ્રધાન ન બની જતે હેય) તે એ સ્થાયી ભાવ ઔચિત્યપૂર્ણ ગણી શકાય નહિ તે કેવળ માનુષ પાત્ર પાસે દિવ્ય પાત્રોના જેવાં અથવા કેવળ દિવ્યપાત્ર પાસે માનુષ પાત્રના જેવાં કાર્યો કરાવવામાં આવે છે તે અનુચિત ગણાય; તેથી કેવળ માનુષ રાજા વગેરેના નિરૂપણમાં સાત સમુદ્રલંઘન જેવાં કાર્યોનું વર્ણન કરવામાં આવે તે તે સુંદર હોય તોયે નીરસ જ બની વય છે. અને એનું કારણ અનચિત્ય જ છે.
SR No.023111
Book TitleAnandvardhanno Dhvani Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy