________________
૮૦
ચૌદ ગુણસ્થાન ભાગ-૩
શકે તેવા અધિકારી હતા. તેઓ હેજેય પાછી પાની કરે તેવા, કિંવા વ્રતને અંશમાંય એબ લગાડે તેવા ન હતા.
એક નિયમ ગ્રહણ કરતાં પૂર્વે અવશ્ય વિચાર કરવા થોભવું ઘટે છે, બલાબલનો કે ભાવનાનો અથવા સ્થિરતા કે દ્રઢતાનો વિચાર કરવો આવશ્યક છે, પણ સ્વીકારાનન્તર તો યાદવધિ તેનું પ્રાણના ભોગે યથાવત્ પાલન કરવું જ ઘટિત છે. તે સમયે વિજ્ઞોની કે આપદાઓની થયેલ ઉપસ્થિતિ નિહાળી એનો ભંગ કરવો અથવા એને ક્લંક લગાડવું, તે સર્વથા અનુચિત છે. એમાં પોલાણ મૂકવી કિંવા અપવાદનો નિહેતુક આશ્રય લઇ લેવો અને પછી પ્રાયશ્ચિત લઇ લઇશું યા તો પશ્ચાત્તાપ કરી લઇશું, આવી. દુબુદ્ધિ જગાડી નિયમભંગ થાય તેવી સાવ અયોગ્ય કરણી કરવી તે તદન અનુચિત છે.
તે દિવસે તો સુશ્રાવકને ઉપવાસ થયો, બીજે દિવસે પણ તેમજ થયું અને ત્રીજે દિવસે પણ લાભ જ થયો. આ પ્રકારે સુશ્રાદ્ધને લાભમાં એક અઠ્ઠમ થયો.
શ્રાવકજીના શરીરમાં કાંઇક કૃશતા કે શુષ્કતા આવી ગઇ, પણ મનમાં તો અપૂર્વ બળ તથા ભાવના પ્રગટી ગયા હતા. તેમના નિર્મલ માનસમાં અંશમાંય શિથિલતાએ પ્રવેશ કર્યો ન હતો.
પરન્તુ હવે ધર્મથી બેસી શકાય નહિ. એને જંપ ન વળે. એણે હવે શ્રાવકજીને મદદનીશ બનવું જ રહ્યું. તૂર્ત જ તેણે સ્વાવસરે ધર્મ તરીકેની પોતાની જ અદા કરી દીધી.
જે ભિલ્લો ક્રોધથી ધમધમી ગયેલા હતા, એ જ ભિલ્લોમાં અકસ્માત્ દયાના ઝરણાં ફૂટી આવ્યા. તેઓનું નિષ્ફર માનસ કોમલ બની ગયું. એમના અટ્ટમની તપશ્ચર્યાને નિહાળી તેઓની ભાવનામાં અજબ પરિવર્તન થઇ ગયું. ભિલ્લોને પોતાના કુકૃત્ય પ્રત્યે ધૃણા નિપજી અને એઓ પશ્ચાત્તાપ કરવા લાગ્યા.