________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૩
૬૩
તો જ્ઞાની ને અજ્ઞાનીમાં ફેર શું ? કારણ જ્ઞાનીઓએ તો જણાવ્યું કે સંસાર વાવાનન વાહ નીરં સંસાર એ દાવાનળ છે. અહિં સુજ્ઞ વાંચક વર્ગ વિચારશે કે-જે સંસારને જ્ઞાનીઓ દાવાનળ તરીકે ઓળખાવે છે, તે જ્ઞાનીઓ સંસારરૂપી દાવાનળને વધારવા તમોને શું અર્થકામની લાલચો બતાવશે ખરા ? અર્થાત્ નહિ જ બતાવે. કારણ સંસારરૂપી દાવાનળમાં તમામ પ્રાણીઓ બળી રહ્યાં છે. તે બળી રહેલાં પ્રાણીઓને બચાવવાનો જ્ઞાની પ્રયત્ન કરે કે સંસારપોષક રૂપ લાકડાં હોમી વિશેષ પ્રકારે બાળે ? કહેવું જ પડશે કે-પોતે સંસારને દાવાનળ માનીને નીકળ્યા અને બીજાઓને તેમાં રહેવાનું કહી અર્થકામનો ઉપદેશ દે, તો તે ખરેખર મૂર્ખ અને અજ્ઞાની કહેવાય. અરે મૂર્ખ હોય તે પણ સારો, કારણ કે તે પણ સમજે કે આ અગ્નિ છે, અડીશું તો દાઝીશું, તો તે પણ ન અડે. કોઇ બાળક અડતો હોય તો પણ ના પાડે, પરંતુ પોતે સંસારને દાવાનળ માનનાર બીજાને સારો કહી, અર્થકામનો ઉપદેશ આપી, તેમાં વિશેષ બાળનારને શું ઉપનામ આપી શકાય, તે વિચારણીય છે.
વળી કલ્પસૂત્રમાં કુકણ દેશના વૃદ્ધ સાધુનું દ્રષ્ટાંત તો જાણીતું જ છે કે-કાઉસ્સગમાં વાર થઇ ત્યારે ગુરૂ મહારાજે પૂછ્યું કે-આટલી બધી વાર કેમ થઇ ? ઉત્તરમાં વૃદ્ધ જણાવ્યું કેદયા ચિંતવી. પુનઃ ઉત્તરમાં જણાવ્યું કે-ખેતીનો ટાઇમ થવા આવ્યો છે, મારા પુત્રો નિશ્ચિંત છે, તેઓ ખેતરમાં સુડ નહિ કરે તો ધાન્ય બરાબર પાકશે નહિ તો બિચારા શું ખાશે. ગુરૂ મહારાજે જણાવ્યું કે-તેં દુર્ધ્યાન ચિંતવ્યું. વાંચક વર્ગ વિચારશે કે-જ્યારે પોતાના પુત્રો સંબંધી આ લોકની ચિંતા માત્ર કરવાથી ખરાબ ધ્યાન કહેવાય તો પછી મોક્ષાર્થી મુનિઓ આરંભ-સમારંભ યુક્ત એવો અર્થકામનો ઉપદેશ કેવી રીતે આપી શકે ? નજ આપી શકે. કોઇ બહુલકર્મી