________________
૬૨
ચૌદ ગુણસ્થાનક ભાગ-3
જણાવ્યું. આ ઉપરથી એમ પણ થયું કે-ઇહલોકહિતકારી જે નિમિત્ત શાસ્ત્રો, જ્યોતિષ પ્રભૂત, અષ્ટાંગનિમિત્ત વિગેરે જિનવચનો છે તે સાંભળવાનો નિષેધ કરવામાં આવ્યો છે. જો કે નિમિત્ત શાસ્ત્રાદિ અભિપ્રાય વિશેષથી પરલોકમાં હિતકારી છે, પરંતુ મુખ્યત્વે કરીને તો આ લોકમાંજ હિતકારી છે. અહિં કોઇ શંકા કરે કે-અભિપ્રાય વિશેષથી જે પરલોક હિતકારી બને છે તે વચનો પરલોક હિતકારી જ છે, માટે તેનું પણ શ્રવણ કરવું. જો એમ છે તો તમામ કુશાસ્ત્રો પણ સાંભળવાં. શા માટે એકજ જિનવચન પરલોક હિતકારી કહેવાય ? કારણ એ છે કે અભિપ્રાય વિશેષથી તમામ કુશાસ્ત્રોનું પણ પરલોક હિતપણું ઇષ્ટ છે, માટે જ ટીકાકાર મહર્ષિ જણાવે છે કે-શ્રાવક ક્યારે કહી શકાય કે-જ્યારે શ્રી જિનવચનનું શ્રવણ કરે ત્યારે. વળી જિનવચન કેવા પ્રકારનું ? તો પરસોદિય એટલે પરલોક હિતકારી હોય તેનું. આ વિશેષણથી જે સાક્ષાત પરલોક હિતકારી સાધુ અને શ્રાવકની ક્રિયાયુક્ત જે જિનવચના હોય તે સાંભળવું અને તે સાંભળતાં શ્રાવક થઇ શકે. આથી સ્પષ્ટ છે કે-સાધુ અને શ્રાવક ધર્મયુક્ત જિનવચન જે પરલોક હિતકારી હોય તે સાંભળવાનો અધિકારી છે. જ્યોતિષ શાસ્ત્રાદિ જે ઇહલોક હિતકારી છે તે સાંભળવાનો નિષેધ છે. જે કોઇ એમ કહે કેપૂર્વાચાર્યોએ સંસાર વ્યવહાર પોષવા માટે જ્યોતિષ નિમિત્ત શ્રાવિધિ વિગેરે શાસ્ત્રો બનાવ્યાં છે, જે હાલ મોજુદ છે.” આવું જે બોલવું તે નર્યું અજ્ઞાન છે. કારણ-લબ્ધિધરોએ પણ પોતાની લબ્ધિઓનો ઉપયોગ પોતાના દેહને માટે કર્યો નથી એમ શાસ્ત્રમાં જણાવે છે. જેમ સનતકુમાર આદિ મહાત્માઓનાં દ્રષ્ટાંતો છે. તો પછી દુનિયાદારીને પોષવા માટે બીજાને બતાવેજ ક્યાંથી ? અર્થાતનજ બતાવે. શ્રાદ્ધવિધિ વિગેરે ગ્રન્થોની અંદર શ્રાવકધર્મનું સ્વરૂપ બતાવ્યું છે, પણ દુનિયાદારીને પોષી નથી. જો દુનિયાદારીને પોષે