SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ ગુણસ્થાનક ભાણ-૩ પંદરમું લક્ષણ :- અસંબદ્ધ-સર્વ વસ્તુના ક્ષણભંગુરપણાને નિરંતર વિચારે. ધન વિગેરેની સાથેનો પ્રતિબંધ તજે. સોળમું લક્ષણ ઃ- પરહિત માટે અર્થકામનો ભોગી ન થાય. સંસારથી વિરક્ત મનવાળો થાય, કેમકે-ભોગ ભોગવવાથી આજ સુધી કોઇ તૃપ્ત થયું નથી. પરંતુ સ્ત્રી આદિકના આગ્રહથી અગર જો ભોગોમાં પ્રવર્તે, તો પણ વિરક્ત મનવાળો રહે. સત્તરમું લક્ષણ :- વેશ્યાની માફ્ક ઘરવાસ પાલે વેશ્યાની માફ્ક અભિલાષા રહિત વર્તે. એમ વિચારે કે- આજકાલ આ અનિત્ય સુખ મારે છોડવાં પડશે, એ માટે ઘરવાસમાં સ્થિરભાવ ન રાખે. ૫૭ વેશ્યાને ઘર હોય ? વેશ્યાનો પ્રેમ કેવો ? એની બધી ક્રિયા શા માટે ? જેમ વેશ્યાનો પ્રેમ, એ ઘરમાં, એ આવનારમાં, એ ક્રિયામાં નહિ પણ પૈસામાં તેમજ શ્રાવકનો પ્રેમ ઘરમાં, કુટુંબમાં, ધનમાં, સ્ત્રીમાં, પરિવારમાં કશામાં નહિ. પ્રેમ માત્ર એ બધાના ત્યાગમાં. આ મહાત્માએ ભાવશ્રાવકના આ મુજબ સત્તર લક્ષણ કહ્યાં છે. 9. મૂર્ધન્તિ મવવિશ્વેષુ – શ્રી જિનબિંબોમાં મૂર્છા પામે છે. रज्यन्ते स्वाध्यायकरणेषु - સિદ્ધાન્તોના સ્વાધ્યાય, એટલે કે-તેની વાચના, પૂછના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથામાં રાગ કરે છે. स्निह्यन्ति साधर्मिकजनेषु - સમાનધર્મી જનો ઉપર સ્નેહ કરે છે. प्रीयन्ते सदनुष्ठानेषु - ઉત્તમ અનુષ્ઠાનોમાં પ્રીતિ રાખે છે. तुष्यन्ति गुरुदर्शनेषु - ૧. ૨. ૨. રૂ. 3. ૪. ૪. y.
SR No.023109
Book TitleChaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy