SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ પ૬ ચૌદ પુ સ્થાનક માંal-3 લેવાય તો કોઇ લે એ દેખીને રોમરાજી વિકસ્વર થાય. શ્રેણિક મહારાજાની જેમ લેનારના ચોપદાર થવાનું. કેટલાક કહે છે કે- ઘણીએ દુનિયા ગમતી નથી, પણ શું કરીયે ? જેને ન ગમે તે તેમાં રાચે માચે ખરો ? દીક્ષા ગમે છે કે નહિ ? ગમે તો આવી જાઓ, ન અવાય તો લેનારને સહાય કરો. આઠમું લક્ષણ :- દર્શનધારી. આસ્તિક્ય ભાવ સંયુક્ત જિનશાસનની પ્રભાવના, ગુરૂભક્તિ કરી, સમ્યગદર્શન નિર્મલ કરે અને ધરે. નવમું લક્ષણ - ગાડરીયા પ્રવાહને છોડે. ઘણા મૂર્ખ લોકો જે રીતે ગાડરીયા પ્રવાહની જેમ ચાલે તેમ ન ચાલે, પરંતુ જે કામ કરે તે વિચારીને કરે. દશમું લક્ષણ :- ધર્મમાં આગળ થઇ પ્રવર્તે, આગમાનુસાર ધર્મમાં પ્રવર્તે. શ્રી જિનાગમ વિના પરલોકનો યથાર્થ માર્ગ બતાવનાર બીજુ કોઇ શાસ્ત્ર નથી. એ માટે જે કામ કરે તે શ્રી જિનાગમને અનુસરીને કરે. અગીઆરમું લક્ષણ - દાનાદિકમાં યથાશક્તિ પ્રવર્તે. પોતાની શક્તિને ગોપાવ્યા વિના ચાર પ્રકારનો દાનાદિક ધર્મ કરે. બારમું લક્ષણ - વિધિ માર્ગમાં પ્રવર્તે. હિતકારી, અનવદ્ય, પાપ વગરની, ધર્મ ક્રિયાને ચિંતામણિ રત્નની જેમ દુર્લભ માની કરે અને એ પ્રત્યે કોઇ મૂર્ખ ઉપહાસ્ય કરે તો લજ્જા ન પામે. તેરમું લક્ષણ - મધ્યસ્થ રહે. શરીરને રાખવા વાસ્તે ધન, સ્વજન, આહાર, ઘર વિગેરેમાં વસે, ભોગ કરે, પરંતુ તેમાંની કોઈપણ વસ્તુમાં રાગદ્વેષ ન કરે. ચૌદમું લક્ષણ - અરક્તદ્વિષ્ટ-ઉપશાંતવૃત્તિ એ સાર છે. એ વિચારી રાગદ્વેષમાં લેપાયમાન ન થાય, ખોટો અંગ્રહ ન કરે, હિતનો અભિલાષી બની મધ્યસ્થ રહે.
SR No.023109
Book TitleChaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy