SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૩ ૫૫ બીજું લક્ષણ - ઇંદ્રિય વૈરાગ્ય. ઇંદ્રિયો ચપલ ઘોડા સમાન છે, ખોટી ગતિની તરફ નિત્ય દોડે છે. એને ભવ્ય જીવ, સંસાર સ્વરૂપ જાણીને સતજ્ઞાન રૂપ રજુ-દોરડીથી રોકે. ઇંદ્રિયો પાંચ. એમાં તમે કેટલા લોપાયા છો, તે વિચારો. નાટક, ચેક, સીનેમા જોવાય, પણ શ્રી જિનમૂર્તિ, શ્રી જિનમંદિર, શ્રી જિનાગમ અને ધર્મગુરૂ વિગેરેને માટે આંખ ન ઉઘડે ! તમામ ઇંદ્રિયોનો સદુપયોગ કરતાં શીખો. અવળે માર્ગે જતાં રોકો. ત્રીજું લક્ષણ - ધનથી વૈરાગ્ય. ધન સર્વ અનર્થ અને ક્લેશનુ કારણ છે, એ માટે ધનમાં લુબ્ધ ન થવું. ચોથું લક્ષણ :- સંસારથી વૈરાગ્ય. સંસારને દુઃખરૂપ, દુઃખળ, દુઃખાનુબંધિ, વિડંબના રૂપ જાણીને સંસારથી પ્રીતિ ન કરે. મહાત્મા કહે છે કે- સંસાર દુઃખરૂપ છે. સુખનું નામ નિશાના નથી. ફળ પણ દુઃખ, પરંપરાએ પણ દુખ. પાંચમું લક્ષણ :- વિષયથી વૈરાગ્ય. વિષયનું સુખ ક્ષણ માત્ર છે, વિષય વિષફ્લ સમાન છે, એમ જાણીને વિષયમાં વૃદ્ધિ ના કરે. છઠ્ઠ લક્ષણ :- આરંભ સ્વરૂપ જાણે. તીવ્ર આરંભ સદા વર્ષે, અગર જો નિર્વાહ ન થાય તો પણ સ્વ + આરંભ કરે અને આરંભરહિતોની સ્તુતિ કરે, સર્વ જીવો ઉપર દયાવંત બને. સાતમું લક્ષણ - ઘરને દુખરૂપ જાણે. ગૃહવાસને દુઃખરૂપ શંસી માનીને ગૃહવાસમાં વસે અને ચારિત્ર મોહનીય કર્મને જીતવા ઉધમ કરે. સમજ્યા ? આ મહાત્મા સંસારને શંસી માનવાનું કહે છે. ફાંસી ? ચારિત્ર્ય મોહનીય જીતવાના પ્રયત્નો કરવાનું કહે છે. એ શા માટે ? ઓઘો લેવા માટે. સંસાર ખોટો માટે ઓઘો લેવાનો. ના
SR No.023109
Book TitleChaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy