________________
ચૌદ ગુણસ્થાનક ભાણ-3
સમ્યક્ત્વ વાળાનો ઉત્તેજક હોય (૭) સ્થિર કરનાર એટલે જેઓ સમ્યક્ત્વથી ખસી જતા જણાતા હોય તેમને સમ્યક્ત્વમાં સ્થિર કરનારો હોય (૮) વાત્સલ્ય-સમ્યક્ત્વવંતો તરફ વાત્સલ્ય ધરાવતો હોય (૯) સમ્યક્ત્વની પ્રભાવના વધે તેમ પ્રવૃત્તિ કરનાર હોય (૧૦) પંચ નમસ્કારનો પરમ ભક્ત હોય (૧૧) ચૈત્યો કરાવતો હોય (૧૨) ચૈત્યોમાં બિંબોની મૂર્તિઓની પ્રતિષ્ઠા કરાવતો હોય (૧૩) પૂજા કરવામાં ઉધમવંત હોય (૧૪) જિન દ્રવ્યનો રક્ષક હોય (૧૫) શાસ્ત્રોને સાંભળવા તરફ લક્ષ્યવાળો હોય (૧૬) જ્ઞાનદાતા (૧૭) અભયદાતા (૧૮) સાધુઓનો સહાયક હોય (૧૯) કુગ્રહો-ખોટા કદાગ્રહોને દૂર કરનારો હોય (૨૦) મધ્યસ્થ (૨૧) સમર્થ-શક્તિશાળી (૨૨) ધર્મનો અર્થી-ધર્મનો ખપી (૨૩) આલોચક (૨૪) ઉપાયજ્ઞ-ઉપાયોને જાણનાર (૨૫) ઉપશાંત-શાંતિવાળો (૨૬) દક્ષ-ડહાપણવાળો (૨૭) દક્ષિણ-દાક્ષિણ્યવાળો (૨૮) ધીર (૨૯) ગંભીર (૩૦) ઇન્દ્રિયો ઉપર જય મેળવનાર (૩૧) અપિશુન (૩૨) પરોપકારી અને (૩૩) વિનયવાન્
૪૯
જેનામાં આ સામાન્ય ગુણો હોય તે માનવ વિશેષ ગુણોને ધારણ કરવાની ધીરતા મેળવી શકે છે. તે વિશેષ ગુણો આ પ્રમાણે. (૧) જીવ વધ વિરમણ- જીવ હિંસાથી અટકવું, જીવ વધની પ્રવૃત્તિથી અટકવું. (૨) અલિક વિરમણ- અસત્ય વચનથી અટકવું. (૩) પરદ્રવ્ય હરણ વિરમણ- પારકી વસ્તુઓની ચોરી કરવાની પ્રવૃત્તિથી અટકવું. (૪) યુવતિ વર્જન-બ્રહ્મચર્ય પાલન (૫) પરિગ્રહ પરિમાણ-પોતાના પરિગ્રહનું ધન-ધાન્ય-નોકર-ચાકરોનું પ્રમાણ બાંધવું. (૬) દિશામાન-ગમનાગમનનાં વ્યવહારવાળી દિશાઓનું પ્રમાણ બાંધવું. (૭) ભોગ-ઉપભોગનું પરિમાણ- પોતાના નિત્ય ઉપભોગમાં આવતી ખાનપાન-વસ્ત્ર-પાત્ર-આભૂષણ વગેરે વસ્તુઓનું પ્રમાણ કરવું તથા પોતાના ધંધાનું પ્રમાણ કરવું અને જે ધંધા