________________
૩૮૦
ચોદ ગુણસ્થાનક ભાગ-3
પ્રાગભારા નામની સિદ્ધિશિલા રહેલી છે. સિદ્ધના જીવો તેનાથી. પાસે હોવાથી તે સિદ્ધશિલા કહેવાય છે. જો કે તે શિલા ઉપર સિદ્ધ પરમાત્મા બેસતા નથી, સિદ્ધ પરમાત્મા તો તેનાથી ઉંચે લોકાંતરમાં બીરાજમાન છે. સર્વાર્થસિદ્ધ વિમાનથી બાર યોજન ઉપર એ સુંદર સિદ્ધશિલા આવેલી છે. સૂરભિ, કપૂરથી અધિક સુગંધવાળી, કોમલ, સૂક્ષ્મ અવયવવાળી, પવિત્ર અને ઘણી તેજસ્વી છે. મનુષ્ય ક્ષેત્ર સમાન તે લાંબી પહોળી અને ઉત્તાન જેત છત્રના જેવી આકૃતિવાળી છે અત્યંત શુભરૂપ છે. તે પૃથ્વી મધ્યભાગે આઠ યોજન જાડી છે, અને પ્રાંતમાં ઘટતી ઘટતી માંખીની પાંખ જેવી પાતળી છે તે ઉપર એક યોજન પર આવેલ લોકાંત કે જે એક યોજનાનો જે ચોથો કોશ છે, તે કોશના છઠ્ઠા ભાગમાં સિદ્ધ આત્માઓની અવગાહના છે. એટલે બે હજાર ધનુષ પ્રમાણ કોશના છઠ્ઠા ભાગમાં (ત્રણસો તેત્રીસ ધનુષ અને બત્રીશ આંગળમાં) સિધ્ધોના આત્મપ્રદેશોની અવગાહના છે. જેમ કુલડીમાં મીણ ભરીને ગાળતાં તે ગળી જવાથી જેવો આકાશનો આકાર થાય તેવો સિદ્ધનો આકાર છે.
ભદ્ર મુમુક્ષુ, તે સ્થળે રહેલા સિદ્ધ આત્માઓ મોટું જ્ઞાન ધરાવે છે. આ ત્રણ લોકની અંદર આવેલ ચૌદ રાજલોકમાં ગુણપર્યાય સંયુક્ત જે જે જીવાજીવાદિ સર્વ વસ્તુઓ છે, તે સર્વ વસ્તુઓને તેઓ સામાન્ય રૂપે દેખે છે અને વિશેષ રૂપે જાણે છે કારણકે વસ્તુ માત્ર સામાન્ય વિશેષાત્મક છે. (૧) જ્ઞાનાવરણ, (૨) દર્શનાવરણ, (૩) વેદનીય, (૪) દર્શનચારિત્ર મોહનીય, (૫) આયુ, (૬) નામ, (૭) ગોત્ર અને (૮) અંતરાય –એ આઠ કર્મોનો ક્ષય થવાથી તે સિદ્ધ આત્માઓમાં (૧) કેવળજ્ઞાન, (૨) કેવળદર્શન, (૩) અવ્યાબાધ અનંતસુખ, (૪) શુદ્ધ સમ્યક્ત્વ ક્ષાયક રૂપ ચારિત્ર, (૫) અક્ષયગતિ, (૬) અમૂર્તતા, (૭) અનંત અવગાહના અને (૮) અનંતવીર્ય -આ આઠ ગુણો પ્રગટ થયેલા