________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૩
૩૮૧
છે; અને ચક્રવર્તી અને ઇંદ્રની પદવીના સુખથી તે સિધ્ધો અનંતગણુ સુખ ભોગવે છે. જે સુખ, ફ્લેશ રહિત અને અવ્યય છે.
વત્સ મુમુક્ષુ ? તે સિદ્ધ ભગવંતે પ્રાપ્ત કરેલા પરમપદના આનંદનું સુખ અનિર્વચનીય છે, તે પરમાનંદનું વર્ણન કરવાને મારામાં શક્તિ નથી, તથાપિ શાસ્ત્રદ્વારા જે કાંઇ જાણેલું છે, તે સંક્ષેપમાં કહું છું. તે મહાનું પરમ પદ આરાધકોને આરાધ્ય, સાધકોને સાધ્ય અને ધ્યાપકોએ ધ્યેય છે. તે પદ અભવ્ય જીવોને સદા દુર્લભ છે, એટલું જ નહિ પણ કેટલાક ભવ્ય જીવોને પણ દુર્લભ છે અને દુર્ભવ્યોને કષ્ટ સાધ્ય છે. ટૂંકમાં કહેવાનું કે, તે ચિદ્રુપ ચિદાનંદમય અને પરમાનંદ રૂપ છે.”
ભદ્ર મુમુક્ષુ, એ પરમપદની ભાવના કરી તારા આત્માને તે તરફ પ્રવર્તાવજે. અને તે માટે આ મોક્ષપદ સોપાનનો ચિતાર હૃદયમાં રાખી તેનું મનન કર્યા કરજે. આ મોક્ષપદ સોપાનના ચૌદ પગથીઆની નિર્મળ નીસરણી પર આરૂઢ થવાની ઉત્કંઠા ધારણ કરી અનુક્રમે ઉચ્ચ સોપાનપર આરૂઢ થવાની અભિલાષામાં તારા હૃદયને પ્રતિબદ્ધ કરજે. જેથી તારું જીવન સરળ થશે અને પૂર્વ પુણ્યના યોગથી પ્રાપ્ત થયેલી પવિત્ર આહત ધર્મની શીતળ છાયા તને આ સોપાન પર વિશ્રાંતિ આપશે.
મહાનુભાવ આનંદસૂરિની આ વાણી સાંભળી તે મુમુક્ષુ આનંદ મગ્ન થઇ ગયો. તેના શરીર પર રોમાંચ પ્રગટ થઇ આવ્યા અને ઉત્તમ ભાવનાઓથી તેની મનોવૃત્તિ આત્મારામ બની ગઇ. તેણે આત્માને વિષે પરમ આરામ અને આનંદ પ્રાપ્ત કર્યો.
મુક્ષુએ મધુર વાણીથી જણાવ્યું, “હે મહોપકારી ભગવનું, આ સમયે આપના ઉપકારનું નિરવધિ વર્ણન કરવાને મારી વાણી અસમર્થ છે. હું આનંદ ઉદધિમાં મગ્ન થઇ ગયો છું. આ મોક્ષપદ સોપાનની છબી મારા હૃદયમાં મુદ્રિત થઇ ગઇ છે. મારા મન,