________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૩
હેતુ છે. ચાર હેતુ ઉપર ચાર દ્રષ્ટાંતો આપેલા છે. પ્રથમ હેતુમાં કુંભારના ચક્રનું દ્રષ્ટાંત છે. જેમ કુંભારનું ચક્ર પૂર્વ પ્રયોગથી ઈં કરે છે, તેમ આત્માની પૂર્વ પ્રયોગથી ઊર્ધ્વગતિ થાય છે. બીજા હેતુમાં તુંબિકાનું દ્રષ્ટાંત છે. જેમ તુંબડાની માટીના લેપથી રહિત થતાં ધર્માસ્તિકાયરૂપ જલથી તેની ઊર્ધ્વગતિ થાય છે. ત્રીજા હેતુમાં એરંડળનું દ્રષ્ટાંત છે. જેમ એરંડફ્ળ બીજાદિ બંધનોથી છુટું થતાં ઉર્ધ્વગમન કરે છે, તેમ આત્માને કર્મરૂપ બીજાદિનો બંધ વિચ્છેદ થતાં તે ઉર્ધ્વગમન કરે છે, ચોથા હેતુમાં અગ્નિનું દ્રષ્ટાંત છે જેમ અગ્નિનો ઉર્ધ્વજવલન સ્વભાવ છે, તેમ આત્માનો પણ ઉર્ધ્વગમન સ્વભાવ છે. ભદ્ર, વળી અહિં કોઇ શંકા કરે કે, આત્માની અધોગતિ કે તિર્થી ગતિ કેમ થતી નથી ? ઉત્તરમાં એટલું જ કહેવાનું કે, સિદ્ધ આત્મા કર્મના ગૌરવ-ભારના અભાવથી અધોગમન કરતા નથી, તેમ પ્રેરણા કરનાર પ્રેરક કર્મના અભાવથી તિર્લીંગતિ પણ કરતા નથી. તે સાથે તેમજ ધર્માસ્તિકાયના અભાવથી તે લોકની ઉપર પણ ગમન કરી શકતો નથી કારણ કે, ધર્માસ્તિકાય લોકમાંજ હોવાથી તે મત્સ્યને જલની જેમ જીવ તથા પુદગલની ગતિનો હેતુરૂપ છે. ધર્માસ્તિ અલોકમાં ન હોવાથી સિદ્ધ અલોકમાં જઇ શકતા નથી.”
૩૭૯
મુમુક્ષુએ સવિનય જણાવ્યું- “ભગવન્, આપની આ વાણી સાંભળી અંતર આનંદમય બની ગયું છે હવે માત્ર એક પ્રાર્થના છે કે, લોકાંતરમાં રહેનારા સિદ્ધનું સ્વરુપ કહી સંભળાવો કે જે સાંભળી હું મારા કર્ણને અને જીવનને સફ્ળ કરી આત્માનંદનો અનુભવી બનું.”
આનંદ મૂર્તિ આનંદસૂરિઆત્માનંદ દર્શાવતા બોલ્યા- “ભદ્ર, જે આ ચૌદમા સોપાન ઉપર જ્યોતિનો તેજસ્વી ગોળો દેખાય છે, તે સિદ્ધશિલાનીસૂચના છે. આ ચૌદ રાજલોકના મસ્તક ઉપર ઇષત્