________________
–
–
–
–
–
–
–
–
–
–
–
–
–
–
–
–
–
–
૩૭૮
ચૌદ ગુણસ્થાનક ભાગ-૩ ––– ચિદાનંદમય બની અખંડાનંદના ભોક્તા થાય છે.
ભદ્ર-મુમુક્ષુ, આ પવિત્ર સોપાનને ભક્તિથી નમન કર અને આ સ્થાનની ઉચ્ચ ભાવના ભાવી તારા અંતરાત્માને અખંડાનંદનો અધિકારી બનાવ. મહાનુભાવ આનંદસૂરિના આ વચન સાંભળી મુમુક્ષુ અત્યંત પ્રસન્ન થઈ ગયો. તેણે તે સોપાનને અંજલિ જોડી પ્રણામ કર્યો અને પછી ઉભા થઇ મહાત્મા આનંદસૂરિને ત્રિકરણ શુદ્ધિથી વંદના કરી અને ક્ષણવાર સુધી તે આનંદમુર્તિ મહાત્માનું એકાગ્રતાથી ધ્યાન કર્યું.
ક્ષણવારે મુમુક્ષુએ હૃદયમાં વિચાર કરી પ્રશ્ન કર્યો - “ભગવન્, આપ મહાનુભાવે આ મોક્ષપદ સોપાનનું પૂર્ણ દર્શન કરાવ્યું છે. હું સર્વ રીતે કૃતાર્થ થયો છું, તથાપિ આ છેવટના સોપાન ઉપર થતી શિવરૂપ સિદ્ધગતિને યથાર્થ જાણવાને માટે અંતરમાં ઇચ્છા પ્રગટ થાય છે.”
આનદર્ષિ આનંદ સહિત બોલ્યા- “વત્સ, જે ઇચ્છા હોય તે પુછ અને તારી જિજ્ઞાસા તૃપ્ત કર.”
જિજ્ઞાસુ મુમુક્ષુએ અંજલિ જોડી પુછયું, “ભગવન્, અહીં કર્મ રહિત થયેલો આત્મા તે સમયે લોકાંતમાં કેવી રીતે જતો હશે, અયોગી આત્માની ઉર્ધ્વગતિ શી રીતે થતી હશે ?” આનંદસૂરિએ કહ્યું ભદ્ર, લોકાંતમાં આત્માની ઉર્ધ્વગતિને માટે ચાર પ્રકારના હેતુઓ દર્શાવેલા છે, પ્રથમ ઉપાંત્ય બે સમયમાં અચિંત્ય આત્મવીર્યથી પંચાશીકમ પ્રકૃતિ ક્ષય કરવા માટે જે વ્યાપારનો આરંભ કર્યો હતો, તેનાથી આત્માની ઉર્ધ્વગતિ થાય છે એ પ્રથમ હેતુ છે. આત્મા કર્મના સંગથી રહિત થવાથી તેની ઊર્ધ્વગતિ થાય છે, એ બીજો હેતુ છે. આત્મા અતિ ગાઢ બંધનોથી રહિત થવાથી ઊર્ધ્વગતિ કરી શકે છે, એ ત્રીજો હેતુ છે. અને કર્મ રહિત થયેલા જીવનો ઊર્ધ્વ ગમન કરવાનો સ્વભાવ છે, એ ચોથો