________________
૩૬૬
ચૌદ ગુણસ્થાનક ભાગ-3
મહાત્મા આનંદસૂરિ પરમાનંદના પ્રભાવને દર્શાવતા બોલ્યા- “ભદ્ર, આ તેરમા સોપાન ઉપર દ્રષ્ટિ પ્રસાર. આ સુંદર સોપાન
સયોગીકેવલીના નામથી ઓળખાય છે. એ નામનોજ કોઇ દિવ્ય પ્રભાવ છે. જો, આ પગથીઆ ઉપર મહાન પ્રકાશમાન બે રત્નો ચળકી રહ્યા છે. તેની આસપાસ તેજની પ્રભાનો સમુહ સૂર્યની જેમ ઝળકે છે.
આ દેખાવ આ તેરમા સયોગીકેવલીના સોપાનનો મહિમા દર્શાવે છે. આ ગુણસ્થાન ઉપર કેવળી ભગવંત હોઇ શકે છે. તે કેવળી ભગવંતના આત્માને અહિં ક્ષાયિક શુદ્ધ ભાવ પ્રગટ થાય છે. તેથી પરમ ઉત્કૃષ્ટ ક્ષાયિક સમ્યક્ત્વ અને યથાખ્યાત ક્ષાયિક ચારિત્ર પ્રાપ્ત થાય છે. આ બે તેજસ્વી રત્નો પણ એજ વાત સૂચવે છે. અહીં ઉપશમ અને ક્ષયોપશમ આ બે ભાવ રહેતા નથી.
ભદ્ર, આ તેરમા સોપાનના શિખર ઉપર એક દિવ્ય જ્યોતિ પ્રકાશે છે, તેનું અવલોકન કર. એ જ્યોતિ અહીં આરૂઢ થયેલા આત્માના કેવળજ્ઞાનને સૂચવે છે. આ કેવલજ્ઞાનરૂપી સૂર્ય કેવો પ્રકાશે છે ? એ મહાન્ સૂર્યના પ્રકાશથી કેવળજ્ઞાનીને આ ચરાચર જગત્ હસ્તામલકવત્ પ્રત્યક્ષ ભાષિત થાય છે, અહીં આરૂઢ થયેલો આત્મા તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કરે છે, અને તે કર્મના ઉદયથી તે પોતાના આત્માને કેવળી જિવેંદ્ર તરીકે ઓલખાવે છે.”
મુમુક્ષુ હર્ષાશ્રુને ધારણ કરતો બોલ્યો- “ભગવન્, આ સુંદર સોપાનને હૃદયથી પ્રણામ કરૂં છું. આ પુણ્યરૂપ સ્થાનના દર્શનથી હું મારા આત્માને કૃતાર્થ જાણું છું અને મારા અહો ભાગ્ય સમજું છું. સ્વામિન્, કૃપાકરી આ પુણ્ય સ્વરૂપ સોપાનના સહચારી જિનપતિના પ્રભાવનું શ્રવણ કરાવો. અને મારા શ્રવણને પવિત્ર કરાવો.”
આનંદસૂરિ સાનંદ થઇને બોલ્યા- “ભદ્ર, અર્હત ભક્તિ